Friday, October 25, 2024
Homeરાજ્યજામનગરધ્રોલની લૂંટમાં સાત વર્ષથી નાસતો ફરતો ધાડપાડુ ગેંગનો આરોપી ઝબ્બે

ધ્રોલની લૂંટમાં સાત વર્ષથી નાસતો ફરતો ધાડપાડુ ગેંગનો આરોપી ઝબ્બે

2016 માં જીનીંગ મીલમાં મોબાઇલ અને રોકડ રકમની લૂંટ : પેરોલ ફર્લો સ્કવોર્ડે કુકાવાવમાંથી દબોચ્યો

- Advertisement -

જામનગર જિલ્લાના ધ્રોલમાં નોંધાયેલા લૂંટના ગુનામાં સાત વર્ષથી નાસતા ફરતા મધ્યપ્રદેશની ધાડપાડુ ગેંગના લીસ્ટેડ આરોપીને પેરોલ ફર્લો સ્કવોર્ડે અમરેલીના કુકાવાવમાંથી દબોચી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

મળતી વિગત મુજબ, સાત વર્ષ પહેલાં મધ્યપ્રદેશની ધાડપાડુ ગેંગના સાત સાગરિતોએ ધ્રોલ તાલુકામાં આવેલી એન્જલ કોટેક્ષ જીનીંગ મીલમાં ઘુસીને પથ્થરમારો કરી મોબાઇલ તથા રોકડની લૂંટ કરી ધાડ પાડયાના ગુનામાં સાત વર્ષથી નાસતા ફરતા આરોપી અંગેની ગોવિંદ ભરવાડ, સલીમ નોયડા, ઘનશ્યામ ડેરવાડિયા, ભગીરથસિંહ સરવૈયા, ભરત ડાંગર, કાસમ બ્લોચને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઇ જે.વી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એલ.જે.મિયાત્રા, એએસઆઈ ગોવિંદભાઈ ભરવાડ તથા હેકો લખધીરસિંહ જાડેજા, કરણસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, સલીમ નોયડા, ભગીરથસિંહ સરવૈયા, કાસમ બ્લોચ, ભરત ડાંગર, રણજીતસિંહ પરમાર, ઘનશ્યામ ડેરવાળિયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, તથા પો.કો. મહિપાલભાઇ સાદિયા, ધર્મેન્દ્રભાઈ વૈષ્ણવ, હેકો અરવિંદગીરી ગોસાઈ, નિર્મળસિંહ જાડેજા, પો.કો. બળવંતસિંહ પરમાર સહિતના સ્ટાફે અમરેલી જિલ્લાના કુકાવાવ તાલુકાના લુણીધર ગામના વાડી વિસ્તારમાંથી પારસ ભલુ મંડલોઇ (રહે. કુહડુજેતા તા. કુકસી જિ. ધાર મધ્યપ્રદેશ) નામના શખ્સને દબોચી લઇ ધ્રોલ પોલીસ સ્ટેશનને સોંપવા કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular