Tuesday, April 16, 2024
Homeરાજ્યગુજરાતઓક્ટોબરમાં કેવો રહેશે વરસાદ, જાણો અંબાલાલ પટેલની આગાહી

ઓક્ટોબરમાં કેવો રહેશે વરસાદ, જાણો અંબાલાલ પટેલની આગાહી

- Advertisement -

- Advertisement -

ગુજરાતમાં આ વરસે વરસાદ ખેંચાયો હતો પરંતુ સપ્ટેમ્બર મહિનામાં આવેલા વરસાદના પરિણામે અછત દુર થઇ છે. અને સૌરાષ્ટ્રમાં તો અતિવૃષ્ટિ સર્જાઈ છે. ત્યારે અંબાલાલ પટેલે વરસાદની અગાહી કરતાં જણાવ્યું છે કે 27સપ્ટેમ્બરથી 5ઓક્ટોબર સુધી રાજ્યમાં સારો વરસાદ થશે.

અંબાલાલ પટેલે જણાવ્યું છે કે હસ્ત નક્ષત્ર તા.27 સપ્ટેમ્બરે બેસે છે. આથી હસ્ત નક્ષત્રમાં તા.27સપ્ટેમ્બરથી તા.5ઓક્ટોબર દરમિયાન ગુજરાતમાં વરસાદી ઝાપટાં પડવાની શક્યતાઓ રહેશે. તેમજ ગુજરાતના ઉત્તર-પૂર્વીય પૂર્વીય ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતાઓ રહેશે. ઉપરાંત સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ સારો વરસાદ થશે. હાથિયો વરસે તો ઘઉનો પાક સારો થાય તેમ ગણાય છે.

- Advertisement -

હાલમાં એક-બે લૉ પ્રેશર બન્યાં છે. અત્યારે એક લૉ પ્રેશર પૂર્વ રાજસ્થાનની આસપાસ છે, તેના કારણે ગુજરાતમાં અસર જોવા મળી રહી છે. બીજું એક અપરઍર સર્ક્યુલેશન બંગાળની ખાડીમાં છે, એ પશ્ચિમ તરફ આગળ વધશે. એટલે રાજ્યમાં અમુક જગ્યાએ થોડી ઓછી, થોડી વધારે એ રીતે વરસાદી ગતિવિધિ ચાલુ રહેશે. ઑક્ટોબર મહિનાના પ્રથમ સપ્તાહ બાદ ચોમાસું વિદાય લેવાની શરૂઆત કરશે

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular