લાલપુર તાલુકાના મોડપર ગામના વાડી વિસ્તારમાં રહેતી યુવતી રાત્રિના સમયે તેણીના ઘરેથી ચાલી જતાં લાપતા થયેલી યુવતીની પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે.

આ અંગેની વિગત મુજબ લાલપુર તાલુકાના મોડપર ગામના વાડી વિસ્તારમાં વરૂડિયા ચોકડી પાસેના વાડી શાળા નંબર 4 નજીક રહેતી કાજલબેન ગાંગાભાઇ બગડા (ઉ.વ.21) નામની યુવતી ગત્ તા. 2ના શુક્રવારે રાત્રિના સાડા અગિયાર વાગ્યાથી સવારના ચાર વાગ્યા સુધીના સમય દરમ્યાન તેણીના ઘરેથી પરિવારજનોને જાણ કર્યા વગર ચાલી ગઇ હતી. ત્યારબાદથી પરિવારજનો દ્વારા લાપતા થયેલા કાજલબેનની શોધખોળ માટે મિત્રવર્તુળો અને સગાવહાલાઓને ત્યાં તપાસ હાથ ધરી હતી. પરંતુ યુવતીનો કોઇ પત્તો લાગ્યો ન હતો. જેથી આખરે પરિવારજનો દ્વારા પોલીસમાં જાણ કરવામાં આવી હતી. જેના આધારે પોલીસે લાપતા થયેલી યુવતીની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતા.