જામનગર શહેરમાં ડીએસપી બંગલા પાસે આવેલા પેનોરમા કોમ્પ્લેક્ષમાં હાર્મની હોટલના રૂમમાં ઉત્તર પ્રદેશના યુવકે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

બનાવની વિગત મુજબ ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લાના સરાય આઝમાબાદ ગામમાં રહેતો નંદકિશોર રઘુવીરસિંહ (ઉ.વ. 24) નામનો નોકરી કરતો યુવક જામનગર શહેરમાં આવ્યો હતો અને ડીએસપી બંગલા સામેના પેનોરમા કોમ્પ્લેક્સમાં આવેલી હાર્મની હોટલના રૂમ નંબર 207માં રોકાયો હતો. તે દરમ્યાન શનિવારે રાત્રિના સમયે અગમ્ય કારણોસર યુવકે હોટલના રૂમના પંખામાં લુંગી વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. આ બનાવની હોટલના મેનેજર વિજયભાઇ બલવા દ્વારા જાણ કરવામાં આવતા પીએસઆઇ કે. એન. જાડેજા તથા સ્ટાફએ સ્થળ પર પહોંચી જઇ યુવકના મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી મૃતકના પરિવારજનોને જાણ કરી હતી અને મૃતકે કયા કારણોસર જામનગરમાં આવીને આત્મહત્યા કરી? તે અંગેનું કારણ જાણવા તપાસ આરંભી હતી.