મોટી ખાવડી ગામમાંથી જામનગર એસઓજી પોલીસે એક શખ્સને ડોકટરની ડિગ્રી ન હોવા છતાં ક્લિનિક નામનું દવાખાનું ચલાવતો ઝડપી લઇ જુદી જુદી કંપનીની દવાઓ, સ્ટેથોસ્કોપ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

આ અંગેની વિગત મુજબ મોટી ખાવડી ગામની મેઇન બજારમાં કૃષ્ણ મોહમસિંહ નામનો શખ્સ મેડીકલ ડોકટરને લગતી ડિગ્રી ધરાવતો ન હોવા છતાં કૃષ્ણાબિહારી ક્લિનિક નામનું દવાખાનું ખોલી દર્દીઓને તપાસી, દર્દીઓને અલગ અલગ પ્રકારની દવાઓ અને ઇન્જેકશનો આપી, બાટલા ચઢાવી પૈસા વસૂલતો હોવાની એસઓજીના વિરેન્દ્રસિંહ જાડેજા, બળભદ્રસિંહ જાડેજા તથા તૌસિફભાઇ તાયાણીને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચના તથા એસઓજીના પીઆઇ બી. એન. ચૌધરી, પીએસઆઇ એલ. એમ. ઝેર તથા એ. વી. ખેરના માર્ગદર્શન મુજબ એસઓજી સ્ટાફ દ્વારા રેઇડ દરમ્યાન કૃષ્ણમોહમસિંહ બિંદેશ્વરી નામના શખ્સને ઝડપી લઇ તેના કબ્જામાંથી જુદી જુદી કંપનીની દવાઓ, સ્ટેથોસ્કોપ સહિતના સાધનો જેની કુલ કિંમત રૂા. 4040નોે મુદામાલ કબ્જે કરી આરોપી વિરૂઘ્ધ મેડિકલ પ્રેકટીસનર્સ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.