Thursday, April 30, 2026
Homeરાજ્યહાલારદ્વારકાના યુવાનની અકળ કારણોસર આત્મહત્યા

દ્વારકાના યુવાનની અકળ કારણોસર આત્મહત્યા

બે દિવસ પહેલાં તેના ઘરે ગળેફાંસો ખાઇ આયખુ ટૂંકાવ્યું : પોલીસ દ્વારા મૃતદેહનો કબ્જો સંભાળી કાર્યવાહી : આત્મહત્યા કયા કારણોસર કરી તે અંગેની તપાસ

દ્વારકામાં એસટી બસ સ્ટેશનની સામે વાલ્મિકીવાસમાં રહેતાં યુવાને તેના ઘરે અગમ્ય કારણોસર પંખામાં દોરી વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે આત્મહત્યાનું કારણ જાણવા તપાસ આરંભી હતી.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ દેવભૂમિ દ્વારકામાં એસ.ટી. બસ સ્ટેશન સામે આવેલા વાલ્મિકી વાસ ખાતે રહેતા વિવેક જાદવભાઈ વાઘેલા (ઉ.વ. 25) નામના યુવાને મંગળવારે પોતાના રહેણાંક મકાનના રૂમના પંખામાં દોરી વડે ગળાફાંસો ખાઈ લેતા તેમનો નિષ્પ્રાણ દેહ સાંપડ્યો હતો. આ બનાવ અંગેની મૃતકના ભાઇ સંદીપ દ્વારા જાણ કરાતા દ્વારકા પોલીસે બનાવ સ્થળે પહોેંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આત્મહત્યાનું કારણ જાણવા તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular