જામનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે જિલ્લા વહીવટી તંત્ર હાઈ એલર્ટ પર આવ્યું છે. તમામ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ રદ કરી હેડક્વાર્ટર પર હાજર રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. તાલુકા સ્તરે કંટ્રોલ રૂમ કાર્યરત કરાયા છે, જ્યારે એસડીઆરએફ ટીમને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી બે દિવસ માટે તમામ શાળાઓ અને આંગણવાડીઓમાં રજા જાહેર કરવામાં આવી છે. જિલ્લા તંત્રએ નાગરિકોને બિનજરૂરી મુસાફરી ટાળવા, નીચાણવાળા વિસ્તારોમાં ન જવા અને કોઈપણ જોખમ ન લેવા અપીલ કરી છે.
View this post on Instagram


