Friday, July 31, 2026
Homeરાજ્યગુજરાતગુજરાતને 5 વર્ષમાં CAMPA હેઠળ રૂ. 1226 કરોડ મળ્યા

ગુજરાતને 5 વર્ષમાં CAMPA હેઠળ રૂ. 1226 કરોડ મળ્યા

ગુજરાતમાં વન વિભાગની 1,33,666 હેક્ટર ડિગ્રેડેડ જમીનનો જિર્ણોદ્ધાર કરાયો

ગુજરાતને પાછલા 5 વર્ષ દરમિયાન નેશનલ કમ્પેન્સેટરી એફોરેસ્ટેશન ફંડ મેનેજમેન્ટ એન્ડ પ્લાનિંગ ઓથોરિટી (નેશનલ CAMPA) હેઠળ, રૂ. 1,226.21 અને મેન્ગ્રોવ ઇનિશિયેટિવ ફોર શોરલાઇન હેબિટેટ્સ એન્ડ ટેન્જિબલ ઇન્કમ (MISHTI) હેઠળ રૂ. 67.30 કરોડ તેમજ નગર વન યોજના હેઠળ રૂ. 7.43 કરોડનું ફંડ પ્રાપ્ત થયું છે. રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ પૂછેલા પ્રશ્નોના જવાબમાં કેન્દ્રીય પર્યાવરણ, વન અને જલવાયુ પરિવર્તન રાજ્યમંત્રી કીર્તિવર્ધન સિંહે 30 જુલાઈ, 2026ના રોજ આ માહિતી ઉપલબ્ધ બનાવી હતી.

- Advertisement -

પાછલા 5 વર્ષ દરમિયાન, ગુજરાતમાં વન વિસ્તારની કુલ 1,33,666 હેક્ટર ડિગ્રેડેડ જમીનનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. મંત્રાલય દ્વારા ગ્રીન ઇન્ડિયા મિશન (GIM), નેશનલ કોમ્પેન્સેટરી અફોરેસ્ટેશન ફંડ મેનેજમેન્ટ એન્ડ પ્લાનિંગ ઓથોરિટી (નેશનલ CAMPA) જેવી યોજનાઓ/ કાર્યક્રમો દ્વારા તેમજ રાજ્યો/ કેન્દ્રશાસિત પ્રદેશોને ટેકનિકલ માર્ગદર્શન પૂરું પાડીને ડિગ્રેડેડ ફોરેસ્ટ લેન્ડસ્કેપ્સના જિર્ણોદ્ધાર માટે પ્રયાસરત છે. આ જિર્ણોદ્ધાર પ્રવૃત્તિઓમાં સહાયિત કુદરતી પુનર્જીવન, કૃત્રિમ પુનર્જીવન, વળતર આધારિત વનીકરણ, માટી અને ભેજના સંવર્ધન માટેનાં પગલાં તથા ચોક્કસ સ્થળ-આધારિત ઇકોલોજીકલ પરિસ્થિતિઓ અનુસાર યોગ્ય સ્વદેશી/મૂળભૂત પ્રજાતિના છોડનું વાવેતર શામેલ છે.

મંત્રીએ એ પણ માહિતી આપી કે નેશનલ એડેપ્શન ફંડ ફોર ક્લાઈમેટ ચેન્જની (NAFCC) સ્થાપના 2015માં કેન્દ્રીય ક્ષેત્રની યોજના તરીકે કરાઈ હતી. આનો ઉદ્દેશ ભારતના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં (UTs) નક્કર અનુકૂલન પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાનો હતો, જેની પર જલવાયુ પરિવર્તનની મહત્તમ પ્રતિકૂળ અસરો થઈ શકે છે. આના હેઠળ, ગુજરાત સહિત દેશના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે 30 પ્રોજેક્ટ મંજૂર કરાયા છે. “ગુજરાતના કચ્છમાં કુદરતી સંસાધન આધારિત સમુદાયો માટે જલવાયુ પરિવર્તન અનુકૂલન: પાણી અને આજીવિકા સુરક્ષા તથા ઇકોસિસ્ટમ પ્રસ્થાપન દ્વારા સ્થિતિસ્થાપકતાને સુદ્રઢ બનાવવી.” નામનો પ્રોજેક્ટ રૂ. 21.36 કરોડના ખર્ચે મંજૂર કરાયો હતો. વધુમાં, ગુજરાતને ક્લાઇમેટ ચેન્જ પરના સ્ટેટ એક્શન પ્લાન્સની સમીક્ષા માટે રૂ. 12 લાખની નાણાકીય સહાય પણ મંજૂર કરાઈ છે. ડીએસટીએ છેલ્લા 5 વર્ષ દરમિયાન ગુજરાતની સ્ટેટ ક્લાઇમેટ ચેન્જ સેલને (SCCCs) પણ નાણાકીય સહાયતા પૂરી પાડી છે.

- Advertisement -

આ લેખિત જવાબમાં પૂરી પડાયેલી માહિતીમાં ઉલ્લેખ કરાયો છે કે, વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગે (ડીએસટી) “ક્લાઇમેટ વલ્નરેબિલિટી એસેસમેન્ટ ફોર એડેપ્શન પ્લાનિંગ ઈન ઈન્ડિયા યુઝિંગ એ કોમન ફ્રેમવર્ક” શિર્ષક હેઠળ રાષ્ટ્રીય-સ્તરનો અભ્યાસ હાથ ધર્યો હતો. તે આબોહવાને લગતા વર્તમાન જોખમોના સંદર્ભમાં રાજ્યો અને જિલ્લાઓની સંબંધિત નબળાઈનું સૂચક-આધારિત મૂલ્યાંકન પૂરું પાડે છે. આ અભ્યાસ ભારતમાં સૌથી નબળા રાજ્યો અને જિલ્લા તેમજ વર્તમાન ક્લાઇમેટ પરિસ્થિતિ હેઠળ નબળાઈના મુખ્ય ચાલકોની ઓળખ કરે છે. ડીએસટી ગુજરાતમાં સ્ટેટ ક્લાઇમેટ ચેન્જ સેલને (એસસીસીસી) નબળાઈ અને જોખમ મૂલ્યાંકન, માનવ ક્ષમતા-નિર્માણ કાર્યક્રમો, જનજાગૃતિ કાર્યક્રમો અને સંસ્થાકીય ક્ષમતા-નિર્માણ પ્રવૃત્તિઓ હાથ ધરવા પણ ટેકો પૂરો પાડે છે. આ મૂલ્યાંકનમાં, અન્ય બાબતોની સાથે, એ પણ નોંધવામાં આવ્યું છે કે, ગુજરાતને ‘સાધારણ સંવેદનશીલ’ ગણવામાં આવે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular