Thursday, December 9, 2021
Homeરાજ્યજામનગરકૃષિમંત્રી તથા કલેકટરના હસ્તે માર્કેટ યાર્ડની અકસ્માત વિમા યોજના અંતર્ગત વારસદારોને ચેક...

કૃષિમંત્રી તથા કલેકટરના હસ્તે માર્કેટ યાર્ડની અકસ્માત વિમા યોજના અંતર્ગત વારસદારોને ચેક વિતરણ

- Advertisement -

- Advertisement -

ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ-જામનગર દ્વારા જામનગર તાલુકાના તમામ ખાતેદાર ખેડૂતોનું અકસમાતે અવસાન થાય તો પ્રતિ વ્યક્તિ રૂા. 2.50 લાખ વીમાની રકમ મળે તે માટે વીમા પ્રિમિયમ ભરપાઇ કરવામાં આવે છે. જે અંતર્ગત ફલ્લા ગામના ખેડૂત છગનભાઇ દલસાણીયા તથા મોટીખાવડીના ખેડૂત નટુભા ચુડાસમાનું અકસ્માતે અવસાન થતાં તેમના વારસદારોને રાજ્યના કેબિનેટ કૃષિમંત્રી અને હાપા માર્કેટ યાર્ડના ડાયરેકટર રાઘવજીભાઇ પટેલ તથા જિલ્લા કલેકટર ડો. સૌરભ પારઘીના હસ્તે કુલ રૂા. 5 લાખના ચેક જામનગર સર્કિટ હાઉસ ખાતે વિતરણ કરવામાં આવ્યા હતાં. આ કાર્યક્રમમાં યાર્ડના ચેરમેન પ્રવિણસિંહ ઝાલા, વાઇસ ચેરમેન જમનભાઇ ભંડેરી, યાર્ડના ડાયરેકટર ધીરજલાલ કારીયા, દયાળજીભાઇ ભીમાણી, દેવરાજભાઇ જરુ, સુરેશભાઇ વસોયા, તખતસંગ જાડેજા, એડવોકેટ જીતેનભાઇ પરમાર, તેજુભા જાડેજા, પ્રમોદભાઇ કોઠારી, અરશવિંદભાઇ મેતા, તુલસીભાઇ પટેલ તથા સેક્રેટરી હિતેષ પટેલ, તાલુકા સહકારી સંઘના પ્રમુખ પ્રદિપસિંહ જાડેજા, ધ્રોલ યાર્ડના ડાયરેકટર દિલીપસિંહ જાડેજા, ખેડૂત અગ્રણી બકુલસિંહ જાડેજા, યુનાઇટેડ ઇન્ડીયા ઇન્સ્યૂરન્સના અધિકારી અમિતાભ તથા રાજેન્દ્ર રાયવડેરા પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular