જામનગર શહેરના ભીમવાસમાં રહેતા યુવાન ઉપર તેના સગા ભાઈ દ્વારા હથોડી વડે અને ઢીકાપાટુનો માર મારી હુમલો કર્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના ભીમવાસ શેરી નં.3 માં રહેતા દિનેશ નાનજીભાઇ ખીમસુરિયા નામના યુવાન ઉપર રવિવારે સવારના સમયે તેના સગા ભાઈ મીતલ નાનજી ખીમસુરિયા નામના શખ્સે ઢીકાપાટુનો માર મારી હથોડી વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી.
સગા ભાઈ દ્વારા કરાયેલા હુમલામાં ઘવાયેલા ભાઈને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણ થતા હેકો જે.એચ. મકવાણા તથા સ્ટાફે ભોગ બનનાર દિનેશના નિવેદનના આધારે તેના સગા ભાઈના આધારે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.