જામનગર મહાનગરપાલિકાના નવનિયુકત કમિશ્નરએ આજરોજ ચાર્જ સંભાળ્યો હતો. અને જામનગર મહાનગરપાલિકાની કાર્ય પઘ્ધતિ સહિતની બાબતોની જાણકારી મેળવી હતી.
જામનગર મહાનગરપાલિકાના કમિશ્નર ડી.એન. મોદીની તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા બદલી કરવામાં આવી હતી. અને તેમના સ્થાને કમિશ્નર તરીકે દિપેશ કેડીયાની નિમણુંક કરવામાં આવી હતી. આજરોજ નવનિયુકત કમિશ્નર જામનગર આવી પહોંચ્યા હતાં. જેમનું અધિકારીઓએ સ્વાગત કર્યુ હતું. દિપેશ કેડીયાએ કમિશ્નર તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. અને જામનગર મહાનગરપાલિકાની વિવિધ શાખાઓની માહિતી મેળવી અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી. તેમજ શહેરીજનોની સુખાકારી માટે પુરતા પ્રયાસ કરશે તેમ તેમણે જણાવ્યું હતું.
View this post on Instagram


