જામનગર શહેરના રામેશ્વરનગર વિસ્તારમાં રહેતા શખ્સા રહેણાંક મકાનમાંથી સિટી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટાફે રેઇડ દરમ્યાન દારૂની બોટલો અને ચપલા કબ્જે કરી શખ્સની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યાં હતાં.
દરોડાની વિગત મુજબ જામનગર શહેરના રામેશ્વરનગર, પટેલવાડી શેરી નંબર એકમાં રહેતાં શક્તિસિંહ મેરૂભા સોઢા નામના શખ્સના મકાનમાં દારૂનો જથ્થો ઉતર્યો હોવાની અજયસિંહ ઝાલા, ક્રિપાલસિંહ સોઢા, જયદીપસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે આઇજી નિર્લિપ્ત રાયની સુચનાથી, પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીના નેજા હેઠળ ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ પીઆઇ એન. એમ. ગઢવી, પીએસઆઇ ડી. જી. રાજ, એએસઆઇ રાજેશભાઇ વેગડ, મુકેશસિંહ રાણા, હે.કો. દશરથસિંહ પરમાર, ક્રિપાલસિંહ સોઢા, સંજયભાઇ પરમાર, જયપાલસિંહ જાડેજા, પો.કો. અજયસિંહ ઝાલા, જયદીપસિંહ જાડેજા, કલ્પેશભાઇ અઘારા, સાજિદભાઇ બેલીમ, ધર્મેન્દ્રસિંહ વાઢેર, પ્રહલાદસિંહ જાડેજા, રવિકાંતભાઇ રાઠોડ, કપિલભાઇ ગુજરિયા સહિતના સ્ટાફએ રેઇડ કરી હતી.
રેઇડ દરમ્યાન પોલીસે મકાનમાં તલાશી લેતાં રૂા. 48,800ની કિંમતની 43 બોટલ ઇંગ્લીશ દારૂ તથા રૂા. 55,250ની કિંમતના 179 નંગ ચપલા મળી આવતાં પોલીસે રૂા. 1,04,050ની કિંમતનો દારૂનો જથ્થો કબ્જે કરી આગળની કાર્યવાહી આરંભી હતી.


