લાલપુર તાલુકાના ઝાખર ગામના પાટિયા પાસેથી ટેન્કરમાંથી નળીઓ વડે 20 લીટર જેટલું ડીઝલની ચોરી આચરનાર ટેન્કરચાલક સહિતના ત્રણ શખ્સો વિરૂઘ્ધ પેટ્રોલ પંપના સંચાલકએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

આ અંગેની વિગત મુજબ ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના વાવડી ગામમાં રહેતાં ગિરીરાજસિંહ હરિશચંદ્રસિંહ ગોહિલ નામના યુવાને તેના પેટ્રોલ પંપ માટે નયારા એનર્જી માટે પેટ્રોલ અને ડીઝલ મંગાવ્યું હતું. આ પેટ્રોલ-ડીઝલનો જથ્થો સરમરિયા દાદા ટ્રાન્સપોર્ટના GJ36V4131 નંબરના ટેન્કર દ્વારા મોકલવામાં આવ્યું હતું. જે દરમ્યાન ટેન્કરના ચાલક સહિતના બે અજજાણ્યા શખ્સોએ જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર લાલપુર તાલુકાના ઝાખર ગામના પાટિયા પાસે માતંગ પેટ્રોલ પંપ નજીક ટેન્કરમાંથી નળીઓ વડે પ્લાસ્ટીકના કેનમાં આશરે 20 લીટર જેટલું ડીઝલ ચોરી કરી લીધું હતું. આ ડીઝલ ચોરી કરવા માટે ટેન્કરનો ચાલક તથા GJ13N1086 નંબરની કારમાં આવેલા બે શખ્સોએ કૌભાંડ આચર્યું હતું. મંગાવેલા ડીઝલમાંથી 20 લીટર ડીઝલ ચોરી કરનાર ટેન્કરચાલક સહિતના ત્રણ શખ્સો વિરૂઘ્ધ પેટ્રોલ પંપના સંચાલક દ્વારા વિશ્ર્વાસઘાત કર્યાની મેઘપર પોલીસમાં ફરિયાદ નોંધાવી હત. જેના આધારે હે.કો. આઇ. ડી. જાડેજા તથા સ્ટાફે ત્રણ શખ્સો વિરુઘ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.