Saturday, June 14, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાં દારૂની રેઇડ કરવા ગયેલા પોલીસ કર્મચારી સાથે ગાળાગાળી

જામનગરમાં દારૂની રેઇડ કરવા ગયેલા પોલીસ કર્મચારી સાથે ગાળાગાળી

દારૂની બોટલ અને ગ્લાસ શખ્સે તોડી નાખ્યા : એએસઆઇને ગાળો કાઢી ઝપાઝપી કરી ફરજમાં રૂકાવટ : કર્મચારીને ધમકી આપી : પોલીસ દ્વારા શખ્સ વિરૂઘ્ધ ગુનો નોંધી કાર્યવાહી

જામનગર શહેરના શંકર ટેકરી વિસ્તારમાં રહેણાંક મકાનમાં રેઇડ દરમ્યાન દારૂની બોટલ મળી આવતા શખ્સે પોલીસ કર્મચારી સાથે જેમ ફાવે તેમ ગાળો કાઢી ઝઘડો કરી બોટલ અને ગ્લાસ તોડી નાખી પોલીસકર્મીની ફરજમાં રૂકાવટ કરી, ધમકી આપી હતી.

- Advertisement -

બનાવ અંગેની વિગત મુજબ જામનગર શહેરના શંકર ટેકરીના વણકરવાસની વાડી પાછળ દીવલો મનસુખ ચૌહાણના રહેણાંક મકાનમાં ઇંગ્લીશ દારૂની બોટલ હોવાની બાતમીના આધારે સીટી ‘સી’ ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા રેઇડ કરવા ગયા હતા. તે દરમ્યાન મકાનમાંથી દારૂની બોટલ અને દારૂ ભરેલો અડધો ગ્લાસ મળી આવતા પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી હતી ત્યારે કૈલાસ ગોહિલ નામના શખ્સે આવીને એએસઆઇ ટી. કે. ચાવડાને, “તું કોણ છો?” તેમ પૂછતાં પોલીસકર્મીએ પોતાની ઓળખ આપી હતી. તેમ છતાં કૈલાસએ એએસઆઇને જેમ ફાવે તેમ ગાળો કાઢી અને ઝપાઝપી કરી હતી. તેમજ દારૂની બોટલ અને દારૂ ભરેલો ગ્લાસ તોડી નાખ્યો હતો. ઉપરાંત પોલીસ કર્મીને રસ્તામાં રોકી જેમ ફાવે તેમ ગાળો કાઢી હતી. તેમજ “અહીં આવતો નહીં, જો આવીશ તો, સારાવાટ નહીં રહે.” તેવી ધમકી આપી પોલીસ કર્મચારીની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી હતી.

દારૂની રેઇડ દરમ્યાન પોલીસકર્મી સાથે ફરજમાં રૂકાવટ કરી, ગાળાગાળી કરી, ઝપાઝપી કર્યાના બનાવમાં એએસઆઇ દ્વારા કૈલાસ ગોહિલ નામના શખ્સ વિરૂઘ્ધ ફરજમાં રૂકાવટની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીએસઆઇ એન. બી. ડાભી તથા સ્ટાફએ ગાળાગાળી કરી ફરજમાં રૂકાવટ કરનાર શખ્સની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular