Saturday, June 14, 2025
Homeરાજ્યજામનગરપ્રૌઢ પર ચાર શખ્સો દ્વારા છરી વડે હત્યા નિપજાવવાનો પ્રયાસ

પ્રૌઢ પર ચાર શખ્સો દ્વારા છરી વડે હત્યા નિપજાવવાનો પ્રયાસ

યુવતીએ યુવક પાસેથી સોનાનો હાર મૂકી લોન લીધી : યુવતીના કાકાને લોનની જાણ થઇ ગઇ : પૈસા ચૂકવી હાર પરત લીધો : બાકી આપવાના થતાં રૂપિયાનો ખાર રાખી પ્રૌઢ ઉપર જીવલેણ હુમલો

જામનગર તાલુકાના મુંગણી ગામમાં રહેતા યુવકને યુવતી સાથે અફેર હતું અને યુવતીએ ત્રણ તોલાના હાર આપી યુવક પાસેથી લોન લીધી હતી. જે બાબતની જાણ થઇ જતાં યુવતીના કાકા સહિતના ચાર શખ્સોએ યુવકના પિતા ઉપર છરીના આડેધડ દસ-અગિયાર ઘા ઝીંકી હત્યા નિપજાવવાનો પ્રયાસ કર્યો હતો.

- Advertisement -

બનાવની વિગત જામનગર જિલ્લાના મુંગણી ગામે રહેતા બલરાજસિંહ ઉર્ફે બલિયો રાજેન્દ્રસિંહ કેર (ઉ.વ.22) નામના યુવકને ચંગા ગામની યુવતી સાથે અફેર હતો અને યુવતીએ ત્રણ તોલાનો સોનાનો હાર બલરાજને આપી અને લોન લીધી હતી. આ બાબતની જાણ યુવતીના કાકા મહેન્દ્રસિંહ પીંગળ તથા ત્રણ અજાણ્યા સહિત ચાર શખ્સોને થઇ હતી. જેના આધારે મહેન્દ્રસિંહએ બલરાજસિંહ પાસેથી હાર પાછો લઇ રૂપિયા ચૂકવી આપ્યા હતા અને બાકીના રૂપિયા 30 હજાર બાકી રાખ્યા હતા. જે બાબતનો ખાર રાખી ચારેય શખ્સોએ રવિવારે રાત્રિના સમયે રાજેન્દ્રસિંહ કેર તેના ઘરના ફળિયામાં નિદ્રાધિન હતા ત્યારે ચારેય શખ્સો ધસી આવ્યા હતા. જે પૈકીના બે અજાણ્યા શખ્સોએ રાજેન્દ્રસિંહને દબાવી રાખ્યા હતા અને અન્ય બે શખ્સોએ છરીના દસથી અગિયાર જીવલેણ ઘા આડેધડ ઝીંકી હત્યા નિપજાવવાનો પ્રયાસ કર્યો હતો. હુમલામાં ઘવાયેલા રાજેન્દ્રસિંહને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બનાવની જાણના આધારે પીઆઇ જે જે ચાવડા તથા સ્ટાફએ હોસ્પિટલ પહોંચી જઇ ઇજાગ્રસ્તના પુત્ર બલરાજસિંહના નિવેદનના આધારે ચાર શખ્સો વિરૂઘ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular