Friday, March 29, 2024
Homeરાજ્યજામનગરVideo : જામનગરના વોર્ડ નં.5 પંચવટી ગૌશાળા વિસ્તારમાં ગુજરાત અશાંતધારો લાગુ કરવા...

Video : જામનગરના વોર્ડ નં.5 પંચવટી ગૌશાળા વિસ્તારમાં ગુજરાત અશાંતધારો લાગુ કરવા માંગ

વિસ્તારના રહેવાસીઓ દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત

- Advertisement -

જામનગરના વોર્ડ નં.5 પંચવટી સોસાયટી વિસ્તારમાં આવેલ તમામ બંગ્લોઝ, ફલેટ, પ્લોટને ગુજરાત અશાંતધારા અંતર્ગત સુરક્ષા કવચ આપવા આ વિસ્તારના રહેવાસીઓ દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.

- Advertisement -

જેમાં જણાવાયું છે કે, પંચવટી ગૌશાળામાં છેલ્લાં 40 વર્ષથી રહેવાસીઓ વસવાટ કરે છે. હાલ વિસ્તારમાં 60 ટકા હિન્દુ પરિવાર અને 40 ટકા અન્ય પરિવાર વસવાટ કરે છે. આ સોસાયટીમાં વિધર્મીઓ દ્વારા ઓછા ભાવે મકાન પડાવી લેવા કારસો થતા રહે છે. અગાઉ આ વિસ્તારમાં ગેરકાયદેસર જમાતખાનુ, ફાયરીંગ, સોપારી આપવી જેવી ઘટનાઓ બની છે અને બે પ્લોટોમાં હાલ લેન્ડ ગે્રબિંગ એકટ હેઠળ કેસ ચાલુ છે. ત્યારે સંસ્કૃતિની રક્ષા થાય તેવા શાંતિપૂર્ણ ઉપાય સાથે અન્ય મહાનગરપાલિકા જેવી કે સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટની જેમ જામનગર શહેરમાં પંચવટી સોસાયટીમાં પણ ગુજરાત અશાંતધારો લાગુ કરવા માંગણી કરાઈ છે. આ વિસ્તારના રહેવાસી અને જામનગરના મેયર બીનાબેન કોઠારી સહિતના રહેવાસીઓ દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular