Friday, March 29, 2024
Homeરાજ્યજામનગરસફાઇ કર્મચારીઓને સવારે એક ટાઇમ ફરજ પર આવવા હૂકમ કરવા માંગણી

સફાઇ કર્મચારીઓને સવારે એક ટાઇમ ફરજ પર આવવા હૂકમ કરવા માંગણી

અખિલ ભારતીય સફાઇ કોંગ્રેસ દ્વારા આવેદન પત્ર પાઠવાયું

- Advertisement -

સરકાર દ્વારા તમામ ઓફિસોમાં કર્મચારીની હાજરી 50% સુધી રાખવા અથવા અલ્ટર ડે મૂજબ કર્મચારીઓને ફરજમાં બોલાવવા હૂકમ કરાયો છે ત્યારે સફાઇ કામદારોને પણ આ હૂકમનું પાલન કરાવવા અખિલ ભારતીય સફાઇ મજદૂર કોંગ્રેસ દ્વારા કમિશનરને મારફત મુખ્યમંત્રી વિજય રૂપાણીને રજૂઆત કરવામાં આવી છે.

- Advertisement -

કોરોના સંક્રમણ ને ધ્યાને લઇ સરકાર દ્વારા સમયાતંરે માર્ગદર્શીકા પહેલ કરવામાં આવી છે. તા.12 એપ્રિલના હૂકમમાં સરકારી, અર્ધ સરકારી, બોર્ડ કોર્પોરેશન સહિતની ઓફિસોમાં કર્મચારીઓની હાજરીની સંખ્યા 50% સુધી રાખવા અથવા અલ્ટર ડે એ કર્મચારીઓને ફરજ પર આવવા હૂકમ કરાયો છે. ત્યારે સફાઇ કર્મચારીઓને પણ સવારે એક ટાઇમ ફરજ ઉપર આવવા હૂકમ કરવા માંગણી કરાઇ છે.સફાઇ કર્મચારીઓને પોતાની ફરજ દરમ્યાન ચાર ટાઇમઆવવાનું હોય છે. તેમજ સફાઇ કર્મચારીઓના વોર્ડ થી તેમના ઘર 10/12 કિ.મી. દૂર હોય છે તેવા કર્મચારીઓ સાંજે 6.30થી 7.00 સુધીમાં ઘરે પહોંચતા હોય છે જેથી રાત્રી કફર્યુમાં તેના પરિવાર માટે કોઇ જાતની ખરીદી થઇ શકતી નથી. આથી આ અંગે યોગ્ય કરવા માંગણી કરાઇ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular