Thursday, April 18, 2024
Homeરાષ્ટ્રીયઝડપભેર ઓક્સિજન પ્લાન્ટ લગાવવા પ્રધાનમંત્રીનો આદેશ

ઝડપભેર ઓક્સિજન પ્લાન્ટ લગાવવા પ્રધાનમંત્રીનો આદેશ

- Advertisement -

પ્રધાનમંત્રીએ રેમડેસિવિર ઈન્જેક્શન અને અન્ય આવશ્યક દવાઓની ઉપલબ્ધતા અંગે સમિક્ષા કરી હતી. અગાઉથી મંજૂરી આપી દેવામાં આવેલ હોય તેવા ઓક્સિજન પ્લાન્ટને લગાવવા માટેની પ્રક્રિયા ઝડપી બનાવવા પણ આદેશ આપ્યા છે. તેમણે કહ્યું કે વેક્સિન બનાવવામાં ઝડપ લાવવા માટે દેશમાં ઉપલબ્ધ ક્ષમતાનો સંપૂર્ણ ઉપયોગ કરવામાં આવવો જોઈએ.

- Advertisement -

આ બેઠકને લઈ એવી અટકળો વહેતી થઈ હતી કે સરકાર દેશમાં ફરી વખત લોકડાઉન અંગે નિર્ણય લેવાની તૈયારી કરી રહી છે, પણ બાદમાં આ અંગે સ્પષ્ટતા થઈ હતી કે PM મોદી દેશમાં કોરોનાની સ્થિતિ અને વેક્સિનેશન અંગે ચર્ચા કરી રહ્યા છે. કોરોનાની બીજી લહેરમાં દેશભરમાંથી ઓક્સિજનની અછત, રેમડેસિવિર ઈન્જેક્શનની અછત અને હોસ્પિટલોમાં બેડની અછતની ફરિયાદ આવી રહી છે. જોકે કેન્દ્ર સરકારે રેમડેસિવિર ઈન્જેક્શન અને ઓક્સિજન અંગે કેટલાક પગલાં ભર્યા છે, પણ જમીની સ્તરે તેની અસર જોવા મળતી નથી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular