Thursday, December 7, 2023
Homeરાજ્યજામનગરદવા પી ને ધ્રોલ પોલીસ સ્ટેશને આવેલા રાજકોટના યુવાનનું મોત

દવા પી ને ધ્રોલ પોલીસ સ્ટેશને આવેલા રાજકોટના યુવાનનું મોત

- Advertisement -

જામનગર જીલ્લાના ધ્રોલ ગામમાં રહેતી યુવતીના પરિવારજનો દ્વારા રાજકોટના રાજન નામના યુવાન વિરુદ્ધ કરાયેલી અરજી સંદર્ભે પોલીસે યુવાનને જાણ કરી પોલીસ સ્ટેશને બોલાવ્યો હતો. જેથી યુવાન પોલીસ સ્ટેશને પહોચ્યો ત્યારે ગણતરીના સમયમાંજ ઢળી પડ્યો હતો. જેથી પોલીસે યુવાનને ધ્રોલ અને ત્યારબાદ જામનગરની જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું મોત નીપજ્યાનું તબીબોએ જાહેર કર્યું હતું. વધુમાં મળતી વિગત મુજબ યુવાન પોલીસ સ્ટેશને પહોચ્યો તે પહેલા દવા પી ને જ આવ્યો હતો. ત્યારબાદ ગણતરીની મીનીટોમાં ઢળી પડતા હોસ્પીટલે ખસેડાયો હતો.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular