Wednesday, June 24, 2026
Homeરાજ્યજામનગરવરસાદ ખેંચાતા દૈનિક પાણી વિતરણ બંધ

વરસાદ ખેંચાતા દૈનિક પાણી વિતરણ બંધ

ફરી પહેલાંની જેમ એકાંતરા પાણી વિતરણ : નવી ડેપલોપ થઇ રહેલ સોસાયટીઓમાં નવા પાણીના જોડાણ આપવાની કામગીરી પણ સ્થગિત

જામનગર મહાનગરપાલિકા દ્વારા 6 ઝોનમાં ચાલતું દૈનિક પાણી વિતરણ બંધ કરી એકાંતરા પાણી વિતરણ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઉનાળાની પરિસ્થિતિ અને પાણીના જથ્થાને ધ્યાને લઇ જામનગર મહાનગરપાલિકાએ નિર્ણય જાહેર કર્યો છે. આમ, ચોમાસાના આગમન પૂર્વે જ જામનગરમાં જળસંકટનો પ્રારંભ થઇ ચૂકયો છે.

- Advertisement -

જામનગર શહેરમાં પીવાનું પાણી પૂરું પાડતા જળાશયોમાં ઉપલબ્ધ પાણીના જથ્થાને ધ્યાને લઇ જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના છ ઝોનમાં ચાલતું દૈનિક પાણી વિતરણ બંધ કરવાનો નિર્ણય કરાયો છે અને તમામ ઝોનમાં નવા પાણીની આવક ન થાય ત્યાં સુધી એકાંતરા પાણી વિતરણ કરવામાં આવશે. જામનગર શહેરને પાણી પુરૂં પાડતાં ઉંડ 1 ડેમ, સસોઇ ડેમ, આજી 3 ડેમમાં ફક્ત 31 જુલાઇ સુધીનો પાણી પુરવઠો હાલ ઉપલબ્ધ છે. ચાલુ વર્ષે અલનીનો પરિસ્થિતિઓ અને સંભવિત વિલંબિત ચોમાસા અથવા ઓછી માત્રામાં વરસાદ પડવાની શક્યતાને ધ્યાનમાં રાખી ઉનાળાની પરિસ્થિતિ દરમ્યાન પાણીની માંગમાં ઉભી થતી કોઇપણ પ્રતિકૂળ પરિસ્થિતિને પહોંચી વળવા માટે આગોતરી તૈયારી જાળવી રાખવા અને પાણી માટેનો એકશન પ્લાન ધ્યાને રાખી પાણીની બચત કરવાના હેતૂસર જામનગર શહેરમાં હાલ કુલ 12 ઝોન પૈકી 6 ઝોનમાં દૈનિક પાણી વિતરણ ચાલુ હોય તે નવા પાણીની આવક ન થાય ત્યાં સુધી તમામ ઝોનમાં એકાંતરાના ધોરણે પાણી વિતરણ કરવાનું નક્કી કરાયું છે.

આ ઉપરાંત ખઊજ/ઉયરયક્ષભયને સપ્લાય થતાં પાણીના જથ્થામાં 20% કાપ મૂકવાનો નિર્ણય કરાયો છે. તેમજ વરસાદમાં વિલંબના સંજોગોમાં પણ શહેરીજનોને પીવાનું પાણી મળી રહે તે માટે મહાનગરપાલિકાના ત્રણેય ડેમ મળી કુલ 500 ખઈઋઝ રો વોટર સૌની યોજના મારફત ડેમમાં ઠલવાય તેવું આયોજન કરવામાં આવ્યું છે. શહેરમાં નવી ડેવલોપ કરાયેલ સોસાયટીમાં નવા પાણીના જોડાણ આપવાની કામગીરી હાલ પૂરતી સ્થગિત રાખવામાં આવી છે. શહેરમાં પાણી પૂરૂં પાડતા તમામ ડેમોમાં ચોમાસા દરમ્યાન વરસાદ આવ્યા બાદ ડેમમાં નવા પાણીની પૂરતી આવક થયા બાદ સ્ટેપ બાય સ્ટેપ દૈનિક પાણી વિતરણ ફરીથી ચાલુ કરવામાં આવશે.

- Advertisement -

આમ, હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ડેમમાં ઉપલબ્ધ જથ્થામાં બચત થાય તે હેતૂસર તમામ ઝોનમાં એકાંતરા પાણી વિતરણ કરવામાં આવશે. જેનું શિડયુઅલ અને સમય અગાઉના પાણી વિતરણ મુજબનું રહેશે. શહેરીજનોને પણ પોતાના રોજિંદા પાણી વપરાશમાં પાણીની બચત કરવા વોટર વર્કસ શાખા દ્વારા અપીલ કરાઇ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular