
સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન, જામનગર દ્વારા “સાયબર ક્રાઈમ અવેરનેસ કાર્યક્રમ” નું આયોજન થયુ. જેમા વિવિધ વ્યવસાય સાથે સંકળાયેલા વ્યવસાયિક લોકોને સાયબર ક્રાઇમ અંગેની વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપવામાં આવે.
આ સેમીનારમાં 65 જેટલા બિઝનેસમેન યુવાનોને સાયબર ક્રાઈમ તેમજ તેમના પ્રકારો અને તેનાથી બચવાના ઉપાયો બાબતે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવેલ. જેમાં વિવિધ પ્રકારના સાયબર ક્રાઈમ અંગેની સંપુર્ણ માહિતી આપવામાં આવેલ અને જામનગર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર તેમજ વોટ્સએપ ચેનલોના પેજ પર આવતી સાયબર ફ્રોડની નવિન ઘટનાઓ વિશે માહિતગાર કરવામાં આવે છે, જેથી લોકોએ સાયબર સુરક્ષા અંગે વધુ સચેત રહી શકે અને તે સાથે સાયબર અવેરનેસ પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું.