Friday, March 21, 2025
Homeહેલ્થ એન્ડ વેલનેસમાનવ મગજના નમુનામાં એક ચમચી જેટલું પ્લાસ્ટિક મળ્યું...!!!

માનવ મગજના નમુનામાં એક ચમચી જેટલું પ્લાસ્ટિક મળ્યું…!!!

એક ચોંકાવનારા સંશોધનમાં જાણવા મળ્યું કે, માનવ મગજ પર પ્લાસ્ટિકનો એક પડ ધીમે ધીમે બની રહ્યો છે. હવે પ્લાસ્ટિક ફકત આપણી આસપાસની હવા, પાણી, ખોરાક જ નહીં પણ આાપણા શરીરના વિવિધ ભાગોમાં પણ પહોંચી ગયું છે.

- Advertisement -

એક અભ્યાસ મુજબ 2024 મા શબ પરીક્ષણ દરમિયાન એકત્રિત કરવામાં આવેલા સામાન્ય માનવ મગજના નમૂનામાં આઠ વર્ષ પહેલાંના નમૂનાઓ કરતા ઘણાં વધુ નેનો પ્લાસ્ટિકસ હતાં આ જથ્થો લગભગ એક ચમચી જેટલો હતો. વૈજ્ઞાનિક મેથ્યુ કેમ્પેઈનએ જણાવ્યું હતું કે, મૃત શરીરના મગજના નમૂનઓમાં તેમની કિડની અને લીવર કરતા સાત થી 30 ગણુ વધુ નેનો પ્લાસ્ટિક હતાં.

વૈજ્ઞાનિક માને છે કે, માઈક્રો પ્લાસ્ટિક આપણા ખોરાક અને પાણી દ્વારા આપણા શરીરમાં પ્રવેશી રહ્યા છે. પ્લાસ્ટિક દુષિણ પાણી અને માંસાહારી ખોરાકથી સિંચાઈ કરાયેલા પાકોમાં તેનું પ્રમાણ ખાસ કરીને વધુ જોવા મળ્યં છે. વધુમાં એવું જાણવા મળ્યું છે પોલિઈપિલિયન મગજમાં સૌથી વધુ એકઠું થઈ રહ્યું હતું. સંશોધનમાં એ પણ બહાર આવ્યું છે કે, આ નાના કણો રકમત મગજ અવરોધને પાર કરીને મગજમાં પ્રવેશ કરી રહ્યા છે.

- Advertisement -

માઈક્રો પ્લાસ્કિટકસ શરીરના કોષોને નુકસાન પહોંચાડીને બળતરા પેદા કરી શકે છે. એટલું જ નહીં આ મગજ દ્વારા ચાલતા કાર્યમાં અવરોધ બની શકે છે. ખાસ કરીને જ્યાં સારી યાદ શકિત અને વિચારવાની ક્ષમતાનો વધુ ઉપયોગ થાય છે તેનાથી હાર્ટ એટેક, સ્ટ્રોક અને કેન્સર જેવા રોગોનું જોખમ વધારવામાં પણ ભુમિકા ભજવે છે. રોજિંદા જીવનમાં પ્લાસ્ટિકલના ઉપયોગથી વાકેફ થઈ રહ્યા છીએ. પ્લાસ્ટિકના કન્ટેનરમાં પાણીની બોટલો કે ખોરાક સંગ્રહિત કરવાની જેમ તેના બદલે તમે કાચ કે ધાતુના વાસણોનો ઉપયોગ કરી શકો છો. પ્રોસેસ્ડ ફુડ ટાળવા ઉપરાંત આસપાસની હવાને સ્વચ્છ રાખવાનો પ્રયાસ કરો જો કે એક સમાજ તરીકે આ દરેક નાગરિકની જવાબદારી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular