Friday, March 21, 2025
Homeરાજ્યજામનગરશંકરટેકરીમાં કારીગરે કારખાનામાંથી 354 કિલો પિતળનો સામાન ચોરી કર્યાની ફરિયાદ

શંકરટેકરીમાં કારીગરે કારખાનામાંથી 354 કિલો પિતળનો સામાન ચોરી કર્યાની ફરિયાદ

સીટી સી ડિવીઝન દ્વારા બે શખ્સો વિરૂધ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ

જામનગર શહેરમાં શંકરટેકરી ઉદ્યોગનગર કારખાનામાંથી 354 કિલો પિતળનો કાચોમાલ સામાન ચોરી થયાની સીટી સી ડિવીઝનમાં ફરિયાદ નોંધાઇ છે. આ અંગે બે શખ્સો વિરૂધ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

- Advertisement -

બનાવની વિગત મુજબ જામનગર શહેરના રામેશ્ર્વરનગર રોડ નંબર-2ના છેડે નવજીવન સોસાયટીમાં રહેતા મયુરસિંહ રતનસિંહ રાઠોડએ સીટી ડિવીઝનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, શહેરના શંકરટેકરી ઉદ્યોગનગર રોઝી પંપની સામે આવેલ દુર્ગા મેટલ્સ નામના તેમના ભોગવટાના કારખાનામાંથી છેલ્લા 3 માસના સમય ગાળા દરમ્યાન કારખાનાના કારીગર રવિરાજસિંહ ઉર્ફે રવિ ભાવસિંહ જાડેજાએ કારખાનામાંથી રૂા. 1.80,540ની કિંમતનો 354 કિલો જેટલો પિતળનો કાચો માલ ચોરી કરી અન્ય આરોપી દિલીપસિંહ વંડાજી પઢિયારને સગેવગે કરવા આપ્યો હતો. આ અંગે પોલીસે બન્ને શખ્સો વિરૂધ્ધ ફરિયાદ નોંધી પીએસઆઇ એન.પી. જોષી દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular