ઠેબા ચોકડી નજીક બોલેરો કાર ચાલકે મોટરસાયકલને હડફેટે લેતા બાઇક ચાલકને માથામાં તથા પગમાં ઇજાઓ પહોંચાડી નાસી ગયો હોય આ અંગે બોલેરો ચાલક વિરૂધ્ધ પંચ બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઇ છે.

અકસ્માતના બનાવની વિગત મુજબ નિકુંજભાઇ પરસોતમભાઇ કમાણીએ પંચ બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, તેમના કાકા પ્રવિણભાઇ રાજાભાઇ કમાણી તા. પના રોજ સાંજના સમયે પોતાનું જી.જે.-10 ડીડી 5897 નંબરનું મોટરસાયકલ લઇને દરેડ પોતાના કામેથી પોતાના ઘરે પરત જઇ રહયા હતા. આ દરમ્યાન જામનગર ખંભાળિયા બાયપાસ હાઇવે ઠેબા ચોકડી નજીક પહોંચતા ઠેબા ગામ તરફથી આવી રહેલ જી.જે.18 બીટી-6492 નંબરના બોલેરો ગાડીના ચાલકે પોતાની ગાડી પુરપાટ ઝડપે બેફિકરાઇથી ચલાવી ફરિયાદીના કાકાના મોટર સાયકલને હડફેટે લીધું હતું. જેમાં પ્રવિણભાઇને માથામાં તથા હાથમાં અને પગમાં ફેકચર સહિતની ઇજાઓ પહોંચી હતી. અને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.
અકસ્માત સર્જી બોલેરો ગાડી ચાલક નાસી ગયો હતો. આ અંગે નિકુંજભાઇ દ્વારા જી.જે.18-બીટી-6492 નંબરના ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પંચ બી પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.