Thursday, March 28, 2024
Homeરાજ્યજામનગરવિશ્વ યોગ દિવસની જામનગરમાં ઐતિહાસિક સ્થળો પર ઉજવણી સંદર્ભે તાલીમ શિબિરોનો પ્રારંભ

વિશ્વ યોગ દિવસની જામનગરમાં ઐતિહાસિક સ્થળો પર ઉજવણી સંદર્ભે તાલીમ શિબિરોનો પ્રારંભ

ધ્રોલના ભુચરમોરીના શહિદવન મુકામે 45 મિનિટની યોગ પ્રોટોકોલ તાલીમ શિબિર યોજાઇ

- Advertisement -

તા.21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દીવસ હોય જેની ઉજવણીના ભાગરૂપે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ રમત ગમત અને સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર દ્વારા જામનગર જિલ્લાના ઐતિહાસિક સ્થળો ઉપર યોગ પ્રોટોકોલ તાલીમ શિબિરો શરૂ કરવામાં આવી છે. ગત તા.8 મે ના રોજ ધ્રોલ તાલુકાના ભૂચર મોરીના શહિદવન મુકામે 45 મિનિટની યોગ પ્રોટોકોલ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહીને તાલીમ લીધી હતી અને યોગ કર્યા હતા.

- Advertisement -

આ શિબિરમાં જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા ધ્રોલ તાલુકા પંચાયતના પ્રમુખ પોલુભા , જામનગર જિલ્લા ભાજપના ઉપપ્રમુખ ડીડી જીવાણી, મહામંત્રીઓ, નગરપાલિકાના કોર્પોરેટરો, આ કાર્યક્રમના જામનગર જિલ્લાના ઓડીટર પ્રીતિબેન શુક્લ, તેમની ટીમ અને બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular