ચોમાસાની ઋતુ બરાબર જામી છે ત્યારે દેશના કેટલાંક રાજ્યોમાં વાદળ ફાટયા જેવી સ્થિતિ સર્જાઇ છે ત્યારે હિમાચલના મંડીમાં કંઇક તેવી જ પરિસ્થિતિ છે. મંડીમાં વાદળ ફાટવાની ઘટનાઓ બની છે. ગોહર વિસ્તારમાં ચાર જગ્યાએ વાદળ ફાટવાની ઘટના બની હતી. જેમાં બે ઘરો ધરાશાયી થયા હતાં. ઘણાં લોકો સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતાં. પરંતુ, ઘણા લોકો હજુ પણ ગુમ હોવાનું જાણવા મળે છે.
હિમાચલ પ્રદેશના મંડીમાં વાદળ ફાટયા બાદ ભયંકર વિનાશ થયો છે. આશરે 800 કરોડ રૂપિયાનું નુકસાન થવાનો અંદાજ છે. મંડીના કારસોગ અને ધરમપુરમાં વાદળ ફાટયા બાદ ચારના મોત અને 16 લોકો ગુમ છે. જ્યારે 117 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. રસ્તાઓ, પુલો, કલ્વર્ટ ધોવાઈ ગયા છે અને આ વરસાદ સતત ચાલુ જ છે. આ ઘટનામાં 18 ઘરોને 12 ગૌશાળાઓને નુકસાન થયું છે અને 30 પશુઓ તણાઇ ગયા છે. ઘણી જગ્યાએ વાદળ ફાટવાની ઘટના બને છે. ગોહરમાં ચાર ફાટવાની ઘટના બની છે. ગોહરમાં ચાર સ્થળો પર જેમાં બે ઘર નાશ પામ્યા, ધરમપુરમાં છ ઘર પુરમાં ડુબી ગયા, આઠ ગૌશાળા નાશ પામી, હિમાચલ પ્રદેશનો મંડી જિલ્લો ચોમાસાની આફતનું કેન્દ્ર રહ્યું છે તો બિયાસ નદીમાં પણ પુર જેવી સ્થિતિ છે. તો કેટલાંક સ્થાનો પર ભુસખ્લન પણ થયું છે. આમ, સરેરાશ બે અઠવાડિયામાં 800 કરોડ રૂપિયા વેડફાયા છે.
જૂનમાં 37% વધુ વરસાદ પડયો છે. રાજ્યના મંડી, કાંગડા, બિલાસપુર, હમીરપુર, ચંબા, સોલન અને શિમલા જિલ્લામાં સરેરાશ કરતા વધુ વરસાદ નોંધાયો છે. જેમાં મંડી, શિમલા, પાલમપુર, ઉના, બિલાસપુર, હમીરપુર અને કુલ્લુ જિલ્લામાં ભારે વરસાદ માટે યલો એલર્ટ તો ઉના, બિલાસપુર, મંડી, હમીરપુર, ચંબા અને કાંગડાના કેટલાંક વિસ્તારોમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.