રાજ્યની તમામી સરકારી પ્રાથમિક અને માધ્યમિક સ્કૂલોમાં બાળક એક સ્કૂલમાંથી બીજામાં પ્રવેશ મેળવે ત્યારે જે-તે સ્કૂલમાંથી શાળા છોડયાનું પ્રમાણપત્ર આપવામાં આવે છે જેમાં હવેથી નામ લખવાની પદ્ધતિ માટે ગુજરાત શાળા શિક્ષણ પરિષદનો પરિપત્ર જાહેર કરાયો છે.

સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં બાળકનું નામ, પિતા, માતાનું નામ, અટક, જન્મ તારીખ જેવી મહત્વની માહિતીની નોંધ કરવામાં આવે છે. જેને લઇને શૈક્ષણિક સત્ર જૂન 2025 થી એલસીમાં બાળકનું નામ પહેલાં ત્યારબાદ પિતા કે માતાનું નામ અને છેલ્લે અટક લખવા નિર્દેશ જાહેર કરાયો છે અને APAAR ID, આધાર કાર્ડ અને એલસી તમામ ડોકયુમેન્ટમાં નામની એકરૂપતા જળવાઈ તેવો નિર્દેશ જારી કરવામાં આવ્યો છે. જે માટે ગુજરાત શાળા શિક્ષણ પરિષદનો પરિપત્ર જાહેર કરાયો છે.