જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ દિન પ્રતિ દિન ચર્ચામાં રહેતી હોય છે, અને કોઈને કોઈ પ્રકારે હોસ્પિટલ પરિસરમાં દર્દીઓ અથવા તો તેના સગા વાલાઓ વગેરેના કરતુતો જોવા મળતા હોય છે. અને જાણે કે સિક્યુરિટી વિભાગ સંપૂર્ણપણે ઘોર નિંદ્રામાં અથવા તો અલિપ્ત હોય એવા જ સમીકરણો હર હંમેશા સર્જાતાં હોય છે.
View this post on Instagram

ગઈકાલે સોમવારે જી.જી. હોસ્પિટલ પરિસરનોઆવો જ એક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ગઈકાલે સોમવારે હોસ્પિટલમાં દર્દીઓની ભારે ભીડ હતી, તેની વચ્ચે જ એક મહિલાએ ભારે હંગામો મચાવ્યો હતો, અને ધડબડાટી કરવાની સાથે સાથે તેણીએ હોસ્પિટલના સ્ટાફનો કિંમતી મોબાઈલ ફોન આંચકી લીધો હતો, અને જમીનમાં પછાડીને મોબાઈલ ફોનના કટકા કરી નાખ્યા હતા, અને હોસ્પિટલના કર્મચારીને નુકસાન પહોંચાડ્યું હતું. જેનો બબાલ સાથેનો વિડીયો કોઈ અન્ય વ્યક્તિએ પોતાના મોબાઈલ ફોનમાં બનાવી લીધો હતો, અને ગઈકાલ બપોર પછી સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
હોસ્પિટલના સ્ટાફ સાથે આવું કૃત્ય બનતું હોય, અને સિક્યુરિટી વિભાગ તેમજ હોસ્પિટલના તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી થતી ન હોય, તે પણ ચિંતા નો વિષય છે. અને હોસ્પિટલ ના તંત્રએ આવા કિસ્સાઓ મામલે ખાસ ધ્યાન માં લઈને યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ, ઉપરાંત સિક્યુરિટી વિભાગની પણ જવાબદારી નિશ્ચિત થવી જોઈએ, તેવી લોકોમાં ચર્ચાઓ થઈ રહી છે.