જામનગર શહેરમાં ગોકુલનગર ચોકડી પાસે આવેલા ડાઇનિંગ હોલમાં 14 વર્ષથી નાની ઉંમરના બાળક પાસે મજૂરી કરાવતાં સંચાલક વિરૂઘ્ધ શ્રમ અધિકારીએ ફરિયાદ નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ દરોડાની વિગત મુજબ જામનગર શહેરમાં પાણાખાણ જીઆઇડીસી પાસે ગોકુલનગર ચોકડી નજીક આવેલા જલારામ ડાઇનિંગ હોલમાં 14 વર્ષથી નાની ઉંમરના બાળક પાસે મજૂરીકામ કરાવતા હોવાની જાણના આધારે શ્રમ અધિકારી ડી. ડી. રામી તથા સ્ટાફએ ચેકિંગ દરમ્યાન સ્ટાફને બાળમજૂર મળી આવતાં શ્રમ અધિકારીની ટીમએ બાળકને મુક્ત કરાવી તેના પરિવારને સોંપી આપ્યો હતો. જલારામ ડાઇનિંગ હોલના માલિક મીતાબેન રમેશકુમાર યાદવ વિરૂઘ્ધ સિટી ‘સી’ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે એએસઆઇ ટી. કે. ચાવડા તથા સ્ટાફએ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.