સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો દ્વારા આગામી 7 જૂન થી 20 જૂન સુધી નિરંજન શાહ સ્ટેડિયમ પર સૌરાષ્ટ પ્રો ટી20 લીગનું સફળ આયોજન કરવામાં આવ્યું હતુ. આ વખતે પાંચ ટીમો જેમકે અનમોલ કિંગ્સ હાલાર, આર્યન સોરઠ લાયન્સ, ડીતા ગોહિલવાડ ટાઇટન્સ, ઝાલાવાડ સ્ટ્રાઇકર્સ અને જેએમડી કચ્છ રાઇડર્સ હશે અને દરેક ટીમ 8 મેચ રમશે. અગાઉ ચાર મેચ રમાયા હતા.સૌરાષ્ટ્ર પ્રો ટી ટવેન્ટી લીગમાં ડીજે મ્યુઝિક, ચિયર લીડર, ડ્રોન શો, આતશબાજી, લેઝર લાઈટીંગ શો અને મોટી સંખ્યામાં પ્રક્ષેકોની હાજરી તેમજ ક્રિકેટપ્રેમીઓના ઉત્સાહથી રાજકોટમાં આઈપીએલનો માહોલ જોવા મળ્યો હતો.
સૌરાષ્ટ્રે ક્રિકેટ એસો. પ્રમુખ જયદેવ શાહે ખબર ગુજરાત સાથે વાતચીત કરતા જણાવ્યુ કે સૌરાષ્ટ્ર પ્રો ટી-ટવેન્ટી લીગની સફળતા માટે સૌરાષ્ટ્રે ક્રિકેટ એસો.ના તમામ હોદેદારો તેમજ સમગ્ર ટીમ મહેતનનુ ફળ હોવાનુ જણાવ્યુ હતુ. જેમાં સૌરાષ્ટ્ર પ્રો ટી-ટવેન્ટી લીગ ચેરમેન જયવીર શાહ, જોઇન્ટ સેક્રેટરી કરણ શાહ, ટ્રેઝેરર શ્યામ રાયચુરા અને સેક્રેટરી હિમાંશુ શાહ આયોજનથી લઈને ટુર્નામેન્ટની પુર્ણાહુતિ સુધી સતત કાર્યશીલ રહ્યા હતાં.
ટુર્નામેન્ટનું સમાપન અને યાદગાર રીતે થયું કારણ કે જે ટીમ ક્યારેય ફાઇનલમાં પહોંચવાની દાવેદાર માનવામાં આવતી ન હતી. તે સૌરાષ્ટ્ર પ્રો ટી-20 લીગ 2025 ના ચેમ્પિયન તરીકે ઉભરી આવી. શાનદાર દ્રઢતા અને આત્મવિશ્વાસ દર્શાવતા, જેઅમેડી કચ્છ રાઇડર્સે અનમોલ કિંગ્સ હાલારને 6 વિકેટથી હરાવ્યું. તેઓએ નિરંજન શાહ સ્ટેડિયમ, રાજકોટ ખાતે 15 બોલ બાકી રહેતા આ વિજય મેળવ્યો.
જેઅમેડી કચ્છ રાઇડર્સે પહેલા ઝાલવાડ સ્ટ્રાઇકર્સ સામે જીત મેળવી હતી. ત્યારબાદ તેમની યાત્રા પડકારજનક રહી કારણ કે તેઓ સતત ચાર મેચ હારી ગયા, જેના કારણે તેઓ પોઈન્ટ ટેબલમાં પાછળ રહી ગયા. પરંતુ ટીમે મજબૂત વાપસી કરવા અને સતત બે જીત નોંધાવવા માટે ખૂબ જ સંકલ્પ અને દ્રઢતા દર્શાવી – પહેલા અનમોલ કિંગ્સ હાલાર સામે અને પછી ડિતા ગોહિલવાડ ટાઇટન્સ સામે જીત મેળવી હતી. જેઅમેડી કચ્છ રાઇડર્સે ફરી એકવાર ઝાલવાડ સ્ટ્રાઇકર્સને આઠ વિકેટથી હરાવ્યા અને માત્ર 8.2 ઓવરમાં લક્ષ્ય હાંસલ કર્યું. આ પ્રભાવશાળી પ્રદર્શન સાથે, તેઓ પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાનેથી સીધા બીજા સ્થાને પહોંચી ગયા અને ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું.
ફાઇનલ મેચમાં, જેઅમેડી કચ્છ રાઇડર્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. અનમોલ કિંગ્સ હાલાર માટે નિહાલ ચૌધરી અને કેપ્ટન તરંગ ગોહેલે ઇનિંગ શરૂ કરી. તરંગ ગોહેલ ખાતું ખોલ્યા વિના આઉટ થઈ ગયો. નિહાલે 8 બોલમાં 11 રન બનાવ્યા અને પછી અર્થ યાદવના બોલ પર પેવેલિયન પરત ફર્યો. આ પછી, સિદ્ધાંત રાણાએ 24 બોલમાં 33 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી, અને તેને મધ્યમ ક્રમમાં પાર્શ્ર્વરાજ રાણાનો સારો સહયોગ મળ્યો. પાર્શ્વરાજે 32 બોલમાં 38 રન બનાવ્યા. દિવ્યાંગ કાનાણીએ 20 બોલમાં 20 રન અને યશરાજ ચુડાસમાએ 14 બોલમાં 13 રન બનાવ્યા. આખી ટીમ 19.4 ઓવરમાં 142 રનમાં ઓલઆઉટ થઈ હતી. જેઅમેડી કચ્છ રાઇડર્સ માટે દેવાંગ કરમતાએ શાનદાર બોલિંગ કરી અને 3.14 ઓવરમાં 14 રન આપીને 5 વિકેટ ઝડપી. અર્થ યાદવે 3 ઓવરમાં 22 રન આપીને 2 વિકેટ લીધી. કેપ્ટન ધર્મેન્દ્રસિંહ જાડેજા (1/17), પાર્થ ભૂત (1/26) અને ધ્રુવમ પટેલ (1/22) એ એક-એક વિકેટ લીધી.
143 રનના લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરેલા જેઅમેડી કચ્છ રાઇડર્સ માટે સમર્થ વ્યાસ અને કૃષ્ણકાંત પાઠકે ઇનિંગની શરૂઆત કરી. ટીમને શરૂઆતી ઝટકો લાગ્યો અને 2.4 ઓવરમાં 12 રન આપીને 2 વિકેટ ગુમાવી દીધી. આ પછી, વિશ્વરાજ જાડેજા અને પવન પરમારે ઇનિંગ સંભાળી અને ત્રીજી વિકેટ માટે 94 રનની ભાગીદારી કરી. પવન પરમાર 29 બોલમાં 48 રન બનાવીને આઉટ થયો. કેપ્ટન ધર્મેન્દ્રસિંહ જાડેજા પણ ખાતું ખોલાવ્યા વિના આઉટ થયો, પરંતુ વિશ્વરાજ જાડેજાએ ખૂબ ધીરજ બતાવી અને પોતાની ટીમને 17.3 ઓવરમાં લક્ષ્ય સુધી પહોંચાડી દીધી. તે 46 બોલમાં 64 રન બનાવી અણનમ રહ્યો. પાર્થ ભૂત 15 બોલમાં 12 રનનું યોગદાન આપ્યું હતું.
અનમોલ કિંગ્સ હાલાર તરફથી આદિત્ય જાડેજા એકમાત્ર સફળ બોલર હતો, જેણે 3.3 ઓવરમાં 26 રન આપીને 3 વિકેટ લીધી. પ્લેયર ઓફ ધ મેચ – દેવાંગ કરમટા (અનમોલ કિંગ્સ હાલાર) પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ – પાર્શ્ર્વરાજ રાણા (અનમોલ કિંગ્સ હાલાર) ટોપ સ્કોરર ઓફ ધ ટુર્નામેન્ટ – જય ગોહિલ (ઝાલાવાડ સ્ટ્રાઈકર્સ) ટોપ વિકેટ લેનાર ઓફ ધ ટુર્નામેન્ટ – આદિત્ય જાડેજા (અનમોલ કિંગ્સ હાલાર).