Monday, July 4, 2022
Homeરાજ્યજામનગરજામનગરમાં લાખોટા લેક ખાતે વર્લ્ડ હેરિટેજ ડે ની ઉજવણી

જામનગરમાં લાખોટા લેક ખાતે વર્લ્ડ હેરિટેજ ડે ની ઉજવણી

આઝાદીની 75 સ્મરણ્યિ ખાસ પ્રદર્શનનું આયોજન : તા. 1 મે સુધી સવારે 9થી રાત્રીના 9 દરમિયાન નિહાળી શકાશે

- Advertisement -

પુરાતત્વીય સંગ્રહાલય, લાખોટા કોઠો, રણમલ તળાવ, જામનગર દ્વારા આઝાદી ના અમૃત મહોત્સવ ઉજવણી અંતર્ગત વિશ્વ ધરોહરના દિવસે એટલે કે, આજરોજ ખાસ પ્રદર્શન આઝાદીની 75 સ્મરણીય સરવાણીનું આયોજન કરવામાં આવ્યું આવ્યું હતું.

- Advertisement -

‘આઝાદીનો અમૃત મહોત્સવ’એ પ્રગતિશીલ ભારતના 75 વર્ષ અને ભારતીયોની સંસ્કૃતિ અને સિધ્ધિઓના ભવ્ય ઇતિહાસની ઉજવણી અને યાદગાર સંસ્મરણ કરવાની સરકારની એક પહેલ છે. ભારતના સામાજિક, સંસ્કૃતિક, રાજકીય અને આર્થિક પરિચય વિશે દરેક પ્રગતિશીલ પાસાંઓનું મૂર્તસ્વરૂપ છે. આ મહોત્સવ ભારત દેશને તેની ઉત્ક્રાંતિની યાત્રામાં આ ઘડી સુધી લાવનારએ પ્રત્યેક કર્તવ્યનિષ્ઠ દેશપ્રેમીને, તો સાથે સાથે આત્મનિર્ભર ભાવનાથી પ્રેરિત ભારત 2.0ના નવસર્જનને સક્રિય કરવાની વડાપ્રધાન મોદીની દૂરદર્શિતાને કાર્યક્ષમ અને સંભવિત કરવાની તત્પરતા રાખનાર એ દરેક કર્મવીરને સમર્પિત છે.

- Advertisement -

આઝાદીની 75મી વર્ષગાંઠ માટે 75 અઠવાડીયા પહેલાનો સત્તાવાર શુભારંભ તા. 12-3-2021 ના રોજ ‘આઝાદી કા અમૃત મહોત્સવ’નો દાંડીયાત્રાથી શરૂ થયો છે. જે 15મી ઓગસ્ટ, 2023ના રોજ પરિપૂર્ણ થશે. આ ઉજવણી અંતર્ગત આજે વિશ્વ ધરોહરના દિવસે સ્વતંત્રતાના સંગ્રામની યાદગાર અને પ્રેરણાશ્રોત એવી 1857 થી 1947ના સમયકાળ દરમિયાનની સૌથી મહત્વપૂર્ણ ઘટનાઓ દ્વારા ઇતિહાસને ઉજાગર કરવામાં આવશે. આ પ્રદર્શનના કલાકાર અને રચયિતા સિદ્ધાર્થ કનેરિયાએ સ્વતંત્રતા તરફ દોરી જતી 75 ખાસ ઘટનાઓ રજૂઆત માટે પસંદ કરી છે. જેમાં ગાંધીજીની લખનૌ સંધિથી લઈને દુ:ખદ જલિયાનવાલા બાગ, દાંડીકૂચ, સત્યાગ્રહ, ભારત છોડો આંદોલન જેવી અનેક ખાસ ઘટનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. દરેક પ્રતિકૃતિઓ ઐતહાસિક સાયનોટાઇપ ફોટોગ્રાફીક પ્રક્રીયાથી પ્રિન્ટ કરવામાં આવી છે. સાયનોટાઇપ હાથ-પ્રયોગથી પ્રિન્ટ કરવાની કલા ભારત દેશમાં 19મી 20મી સદીથી ઉપયોગમાં જોવા મળે છે.

જયારે ભારત દેશ સ્વતંત્રતા માટે સક્રિય સમર્થનની લડાઈ લડી રહ્યો હતો. આથી કલાકાર દ્વારા સ્વતંત્રતા સંગ્રામ સમયની પ્રિન્ટ પ્રકિયાથી જ પ્રદર્શન તૈયાર કરવામાં આવ્યું છે. એમ કહેવું યથાર્થ રહેશે. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આઝાદીની 75 અભિવ્યક્તિઓના ખાસ પ્રદર્શનના માધ્યમથી સંગ્રહાલય દરેક ભારતવાસીને આઝાદીના સંઘર્ષથી રૂબરૂ થવા આ પ્રદર્શન નિહાળવા અનુરોધ કરાયો છે. આ પ્રદર્શન આજથી પ્રારંભ થયો હતો જે તા. 1લી મે સુધી સવારે 9 વાગ્યાથી રાત્રીના 9 વાગ્યા સુધી નિહાળી શકાશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular