બે સદીઓથી સાયકલ માનવતાંને સેવા આપે છે. આજે 3 જૂનના રોજ વિશ્ર્વ સાયકલ દિવસની ઉજવણી કરવામાં આવે છે. સાયકલ ટકાઉ વિકાસલક્ષ્યને પ્રાપ્ત કરવામાં કેન્દ્રની ભૂમિકા ભજવે છે. ખાસ કરીને શહેરોમાં વધતાં ઇંધણના ઉતસર્જન અને હવાની ગુણવત્તા તેમજ માર્ગ સલામતિમાં સુધારો કરવા માટે સાયકલ ઉત્તમ સાધનોનો મહત્વપૂર્ણ ભાગ છે. જામનગર શહેરમાં જામનગર સાયકલીંગ કલબ દ્વારા છેલ્લા કેટલાંય સમયથી પર્યાવરણ જાગૃતિ તેમજ સ્વાસ્થ્ય માટે લોકોમાં જાગૃતિ આવે તે માટે સાયકલસવારીની પ્રેરણા આપી રહ્યું છે. આજરોજ જામનગર સાયકલીંગ કલબ દ્વારા વિશ્ર્વ સાયકલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વિશ્ર્વ સાયકલ દિવસ માટેના ઠરાવમાં સાયકલની વિશિષ્ટતા, દિર્ધાયુષ્ય તેમજ વૈવિધ્યતાની પ્રસારીત કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. તેમજ ઉજવણી કરવામાં આવે છે. સાયકલસવારી થકી પર્યાવરણ જાળગણી ઉપરાંત સ્વાસ્થ્યની તકેદારી તો થાય છે. તેમજ વ્હેલીસવારે પ્રાકૃતિક સુંદરતાની સાથે પક્ષીઓના કલવર અને શાંતિની સંસ્કૃત્તિનો આનંદ પણ આપે છે.