રાજકોટના કુવાડવા રોડ પર એક વૃદ્ધાએ 7માં માળેથી પડતું મૂકી જીવનનો અંત આણ્યો છે. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ છે. પોલીસની પ્રાથમિક તપાસમાં માનસિક બીમારીથી કંટાળી વૃદ્ધાએ આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે.
રાજકોટના કુવાડવા રોડ પર ક્રિસ્ટલ કોમ્પ્લેક્ષમાં બીજા માળે રહેતા જમનાબેન અરજણભાઈ સોલંકી (ઉ.વ.65) નામના વૃદ્ધાએ તેના કોમ્પલેક્ષના 7માં માળેથી કુદીને આપઘાત કરી લીધો છે. તેઓ જમીન પર પટકાતા ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું છે.આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ પલીસે ઘટના સ્થળે પહોચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જમનાબેને માનસિક બીમારીથી કંટાળીને પગલું ભર્યું હોવાનું પરિવારજનોએ જણાવ્યું છે.
અન્ય વાયરલ થયેલા CCTV ફૂટેજ
ભક્તે મંદિરમાં શીશ ઝુકાવ્યું અને અચાનક ઢળી પડતા થયું મૃત્યુ, CCTV વાયરલ
“હીટ એન્ડ રન”ના CCTV : ફૂટપાથ પર સુતેલા પરિવાર પર કાર ફરી વળતા મહિલાનું મૃત્યુ
નોટબંધી સમયના CCTV ફુટેજ સાચવી રાખવા બેંકોને આદેશ
મોબાઈલમાં વ્યસ્ત યુવકનું બસની અડફેટે મોત, ઘટના CCTVમાં કેદ