Thursday, September 28, 2023
Homeરાજ્યશિવરાજપૂરના ટુરિસ્ટ ફેસીલીટી પ્રોજેક્ટસની કામગીરીનું નિરીક્ષણ કરતા કેબિનેટ મંત્રી

શિવરાજપૂરના ટુરિસ્ટ ફેસીલીટી પ્રોજેક્ટસની કામગીરીનું નિરીક્ષણ કરતા કેબિનેટ મંત્રી

ગાંધવી ખાતે નિર્માણાધીન ડિસેલિનેશન પ્લાન્ટની પણ મુલાકાત પણ લીધી

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મનોહર અને રમણીય શિવરાજપુર બીચમાં પ્રવાસન વિભાગ દ્વારા હાથ ધરાઇ રહેલા પ્રવાસન-યાત્રી સુવિધાના કામોની પ્રગતિનું પાણી પુરવઠા અને અન્ન, નાગરિક પુરવઠા મંત્રી તેમજ પ્રભારી મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જાતનિરીક્ષણ કર્યુ હતું અને અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

- Advertisement -

પર્યટન, પ્રવાસન અને સલામતીને ધ્યાને રાખીને બ્લ્યૂ ફલેગના વૈશ્વિક ધોરણો અન્વયે શિવરાજપૂર બીચને પ્રવાસન વિભાગ વિકસીત કરી રહ્યો છે. શિવરાજપૂર ખાતે અંદાજે રૂ. 23.43 કરોડના ખર્ચે ફેઇઝ-1 અંતર્ગત અરાઇવલ પ્લાઝા, સાઇકલ ટ્રેક, પ્રોમોનેડ, પાથ-વે, પીવાના પાણી, ટોઇલેટ બ્લોક સુવિધા વગેરેના જે કામો હાથ ધરાવાના છે. તે પૈકીના પ્રગતિ હેઠળના કામોની કામગીરીનું નિરીક્ષણ કર્યુ હતું. ફેઇઝ-1 ના કામો પૈકી 65 ટકા કામો પૂર્ણ થઇ ગયા છે.
શિવરાજપુર ખાતે ફેઇઝ-2 માં વિવિધ ટુરિસ્ટ ફેસેલીટીઝના રૂપિયા 71.80 કરોડની કિંમતના કામોની વિગતો પણ તેમને આપી હતી. જેમાં હાલ 50 ટકા કામગીરી પૂર્ણ થઈ છે. પ્રવાસન વિભાગે આ રોડ નિર્માણ માટે 40 કરોડ રૂપિયા માર્ગ-મકાન વિભાગને ફાળવેલા છે તથા આ રોડનું 86 ટકા કામ પૂર્ણ થઇ ગયું છે.

- Advertisement -

પ્રભારી મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ દરિયાના ખારા પાણીને પીવાલાયક શુદ્ધ મીઠું પાણી બનાવવા ગાંધવી ખાતે નિર્માણાધીન ડિસેલિનેશન પ્લાન્ટની સ્થળ પર રૂબરૂ મુલાકાત લઇ સંબંધિત અધિકારીઓ પાસેથી માહીતી મેળવી જરૂરી દિશા નિર્દેશ કર્યા હતા.

રાજ્યવ્યાપી પાણી પુરવઠા ગ્રીડ તેમજ નર્મદાના એકમાત્ર પીવાના પાણીના સોર્સ પર અવલંબિત રહેવાને બદલે તેને સમાંતર સ્થાનિક કક્ષાએ પીવાના પાણીનો સોર્સ ઉભો કરવાના હેતુથી સ્થાનિક જરૂરીયાત મુજબ દરીયાના પાણીમાંથી મીઠું પાણી બનાવવા માટેના ડી-સેલીનેશન પ્લાન્ટ સ્થાપવાનો સરકાર દ્વારા નિર્ણય કરાયો છે. તે અંતર્ગત દ્વારકા જિલ્લાના ગાંધવી ગામ ખાતે સાત કરોડ લીટર પ્રતિદિન માટે ડી-સેલીનેશન પ્લાન્ટ બનાવાની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે. આ પાણી મેળવીને હાલના પ્રવર્તમાન પાણી પુરવઠા ગ્રીડના નેટવર્ક સાથે જોડી, દેવભૂમિ દ્વારકા જીલ્લાના કલ્યાણપુર, દ્વારકા તાલુકાના અને પોરબંદર તાલુકાના શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોના અંદાજીત છ લાખ લોકોને પાઇપલાઇન દ્વારા ડી સેલીનેટેડ પાણી આપી શકાશે અને જળસલામતીમાં વધારો કરી શકાશે.

- Advertisement -

ભીમગજા સુધારણા જુથ પાણી પુરવઠા યોજનાની સ્થળ મુલાકાત કરતા પ્રભારી મંત્રી

દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાતે આવેલા બાવળિયાએ ભીમગજા સુધારણા જુથ પાણી પુરવઠા યોજનાની સ્થળ મુલાકાત લીધી હતી. અને કામગીરી અંગેની માહિતી મેળવી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
ઓખા મંડળ જુથ યોજના અંતર્ગતની ભીમગજા સુધારણા જુથ પાણી પુરવઠા યોજનામાં 18 ગામો તથા ઓખા શહેરનો સમાવેશ થયેલ છે. હાલ આ યોજનાનુ કામ પ્રગતિમાં છે અને ફિઝીકલી 86 % કામગીરી પૂર્ણ થઈ છે. આ યોજનાની પાઈપલાઈનમાં ભીમગજા હેડ વર્કસથી બેટ જતી 280 એમ.એમ. વ્યાસની પીવીસી પાઈપલાઈનની પથ રેખા ટાટા કેમીકલ્સની માલિકીની જમીનમાથી પસાર થાય છે. આ યોજના અંતર્ગતનાં ભીમગજા હેડવર્કસથી આરંભડા હેડવકર્સ સુધી નાંખવાની થતી 700 એમ.એમ વ્યાસની ડી.આઈ પાઈપલાઈનમાં ટાટા કેમીકલ્સ કંપનીના પાડલી પાસે ટાટા કંપનીની પાઈપલાઈનોના ક્રોસીંગ પોઈન્ટની તથા કંપનીનાં હાથી કેનાલ ક્રોસિંગનાં કામની સ્થળ મુલાકાત લઈ કામનું નિરિક્ષણ કરી જરૂરી સૂચનો આપ્યા હતાં.ુ

સાની ડેમનું નિરીક્ષણ કર્યું

કલ્યાણપુર તાલુકામાં નિર્માણાધીન સાની ડેમની મુલાકાત લઈ, તેમણે સ્થળ નિરીક્ષણ કર્યું હતું. રૂ. 31 કરોડ કરતા વધુ ખર્ચે નિર્માણાધિન સાની ડેમનું કામ હાલમાં પ્રગતિ હેઠળ છે. જેની સંગ્રહ ક્ષમતા 1377 મિલિયન ક્યુબેક ફીટ છે અને 17 દરવાજાઓ બનાવવામાં આવશે. સાની ડેમના પાણીથી આજુબાજુના નવ જેટલા ગામોને સિંચાઇ માટે પાણી પૂરું પાડે છે. તેમની સાથે દ્વારકાના પ્રાંત અધિકારી પાર્થ તલસાણીયા, કલ્યાણપુર મામલતદાર જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી. ધાનાણી, જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી, અગ્રણી યુવરાજસિંહ વાઢેર, રસિકભાઈ નકુમ, હિતેન્દ્રભાઈ આચાર્ય વિગેરે જોડાયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular