જામનગર તાલુકાના કનસુમરા ગામના પાટિયા પાસેથી પુરપાટ બેફિકરાઇથી આવી રહેલા ટ્રકચાલકે બાઇકને ઠોકરે ચઢાવી હડફેટ લેતાં યુવકનું ગંભીર ઇજા પહોંચતા મોત નિપજયું હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ ઝારખંડના સાહેબગંજ જિલ્લાના રાજમહેલ તાલુકાના કોઇલાબાઝારનો વતની અને હાલ જામનગરના ગોકુલનગર, પાણાખાણ વિસ્તારમાં જીઇબી રોડ પર રહેતા અને મજૂરીકામ કરતાં અસ્મીલખાન સમ્માનખાન પઠાણ (ઉ.વ22) નામના યુવકનું બાઇક ગત્ તા. 30ના રોજ સવારના સમયે તેના બાઇક પર જામનગર તાલુકાના કનસુમરા ગામના પાટિયા પાસેથી પસાર થતો હતો ત્યારે પુરપાટ બેફિકરાઇથી આવી રહેલા જીજે10 એટી 5254 નંબરના ટ્રકચાલકે બાઇક ચાલક યુવકને ઠોકર મારી હડફેટ લેતાં ગમખ્વાર અકસ્માતમાં બાઇક સવારને શરીરે તથા માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. ત્યારબાદ યુવકને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવતાં જ્યાં તેનું મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યૂં હતું. આ બનાવ અંગે મૃતકના ભાઇ અસ્મિર દ્વારા જાણ કરાતા પીઆઇ વી. જે. રાઠોડ તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.


