Saturday, September 19, 2026
Homeરાજ્યહાલારલાલપુરના ચાંદીગઢ ગામેથી સાત પત્તાપ્રેમી ઝડપાયા

લાલપુરના ચાંદીગઢ ગામેથી સાત પત્તાપ્રેમી ઝડપાયા

રૂા. 25,260ની રોકડ સહિતનો મુદામાલ કબ્જે : જામજોધપુરના હોથીજી ખડબા ગામેથી રૂા. 12,430ની રોકડ સાથે 6 શખ્સો જુગાર રમતા ઝડપાયા

લાલપુરના ચાંદીગઢ ગામની નદીના કાંઠેથી પોલીસે રેઇડ દરમ્યાન સાત શખ્સોને તીનપતીનો જુગાર રમતા ઝડપી લઇ રૂા. 25,260ની રોકડ સહિતનો મુદામાલ કબ્જે કર્યો હતો. જામજોધપુરના હોથીજી ખડબા ગામેથી જામજોધપુર પોલીસે 6 શખ્સોને રૂા. 12,430ની રોકડ સાથે જુગાર રમતા ઝડપી લીધા હતા.

- Advertisement -

જુગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો લાલપુર તાલુકાના ચાંદીગઢ ગામની નદીના કાંઠે મેલડી માતાજીના મંદિર નજીક લીમડાના ઝાડ નીચે જુગાર રમાતો હોવાની બાતમીના આધારે લાલપુર પોલીસે રેઇડ દરમ્યાન ઉપેન્દ્રસિંહ રાહુભા જાડેજા, જયરાજસિંહ વનરાજસિંહ જાડેજા, રાજશી ધાના વરૂ, વેજાણંદ કેશુર કરંગિયા, કુલદીપસિંહ રણજિતસિંહ જાડેજા, અનિરૂદ્ધસિંહ જિતેન્દ્રસિંહ જાડેજા નામના સાત શખ્સોને રૂા. 25,260ની રોકડ સહિતના મુદામાલ સાથે જુગાર રમતા ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો દરોડો જામજોધપુરના હોથીજી ખડબા ગામમાં સીમડા વાડી વિસ્તારમાંથી જામજોધપુર પોલીસે રેઇડ દરમ્યાન ધર્મેન્દ્રસિંહ સબરસિંહ જાડેજા, પ્રવીણ ઉર્ફે પબા દેવા વરૂ, વજશી મારખી ડાંગર, કાના રણમલ ડાંગર, હરદીપસિંહ સબરસિંહ જાડેજા, ધર્મેશ દેવાયત ડાંગર નામના 6 શખ્સોને તીનપતીનો જુગાર રમતા ઝડપી લઇ રૂા. 12,430ની રોકડ સહિતનો મુદામાલ કબ્જે કર્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular