Saturday, July 18, 2026
Homeરાજ્યજામનગરમંડોવારા ટ્રેડિંગ કંપની કેસમાં બંને આરોપીઓની જામીન અરજી નામંજૂર

મંડોવારા ટ્રેડિંગ કંપની કેસમાં બંને આરોપીઓની જામીન અરજી નામંજૂર

સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા મંડોવારા ટ્રેડિંગ કંપનીના સંચાલક સુરેશચંદ્ર મૂળચંદ શાહ તથા તેમના પુત્ર આયુષ શાહની આશરે રૂ. 23.08 કરોડની બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) કૌભાંડમાં સંડોવણી બદલ ધરપકડ કરવામાં આવી હતી.

- Advertisement -

બંને આરોપીઓએ પ્રથમ મેટ્રોપોલિટન કોર્ટ સમક્ષ નિયમિત જામીન અરજી કરી હતી, જે નામંજૂર કરવામાં આવી હતી. ત્યારબાદ બંને આરોપીઓએ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી, પરંતુ સેશન્સ કોર્ટે પણ કેસની ગંભીરતા અને ઉપલબ્ધ પુરાવાઓને ધ્યાનમાં લઈ બંનેની જામીન અરજી નામંજૂર કરી છે.

સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા સમગ્ર બોગસ બિલિંગ નેટવર્કની તપાસ વધુ સઘન રીતે ચાલુ રાખવામાં આવી છે અને સરકારી આવકના રક્ષણ માટે કાયદેસરની કાર્યવાહી સતત હાથ ધરવામાં આવી રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular