Tuesday, March 19, 2024
Homeઆંતરરાષ્ટ્રીયપાકિસ્તાનમાં ઇમરાનખાનની આઝાદી કૂચ, સ્થિતિ વણસતાં સેના ઉતારાઇ

પાકિસ્તાનમાં ઇમરાનખાનની આઝાદી કૂચ, સ્થિતિ વણસતાં સેના ઉતારાઇ

- Advertisement -

પાકિસ્તાનમાં સંસદ-બરખાસ્ત કરીને નવી ચૂંટણીની માંગ સાથે પુર્વ વડાપ્રધાન ઈમરાનખાનની વિરોધ માર્ચ હવે પાટનગર ઈસ્લામાબાદમાં પહોંચે તે પુર્વે જ દેશના અનેક ભાગોમાં ગૃહ યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. બે માસ પુર્વે બહુમતી ગુમાવીને સતા છોડવા મજબૂર બનેલા પુર્વ વડાપ્રધાન ઈમરાનખાન ‘આઝાદી-કૂચ’નું નેતૃત્વ કરતા ઈસ્લામાબાદ પહોંચી ગયા છે અને તેમના હજારો સમર્થકો પણ દેશના અલગ-અલગ ભાગમાંથી ઈસ્લામાબાદ પહોચવા લાગ્યા છે. ગઈકાલે રાત્રીના ઈસ્લામાબાદના અનેક ક્ષેત્રમાં ઈમરાનના ટેકેદારોએ હિંસક દેખાવો કર્યા હતા.

- Advertisement -

બીજી તરફ પાટનગરના ‘રેડ-ઝોન’ તરીકે જાહેર કરાયેલા વડાપ્રધાન કાર્યાલય સંસદ ભવન સહિતના ક્ષેત્રોમાં સેના ગોઠવવામાં આવી છે તથા પાક પોલીસ આ દેખાવો અને કૂચને રોકવા માટે ઠેર-ઠેર બેરીકેડ ગોઠવી છે અને અનેક સ્થળોએ દેખાવકારોને વિખેરવા ટીયરગેસ- વોટર કેનનનો ઉપયોગ કર્યો હતો. પુર્વ વડાપ્રધાન ઈમરાનખાને આગામી છ દિવસમાં દેશમાં નવી ચૂંટણી જાહેર કરવા માંગ સાથે અલ્ટીમેટમ આપ્યુ છે તથા દરેક પાકિસ્તાની માર્ગ પર ઉતરે તેવી અપીલ કરી છે અને જાહેર કર્યુ છે કે તેના સમર્થકો ઈસ્લામાબાદ ને ‘બંધ’ કરાવી દેશું.

પાકના ગૃહમંત્રી રાણા સનાઉલ્લાહ એ ઈસ્લામાબાદમાં સતત વણસતી જતી પરીસ્થિતિ પર સેનાને મહતમ એલર્ટ પર મુકવા અને ‘રેડઝોન’ પુર્ણ રીતે સેનાને હવાલે કરવાની જાહેરાત કરી હતી. પાકમાં ઈસ્લામાબાદના કેટલાક વિસ્તારને ઉપરાંત દેશના 11 શહેરોમાં ઈન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી છે. બીજી તરફ વડાપ્રધાન શાહનાઝ શરીફે આજે કેબીનેટની એક તાકીદની બેઠક બોલાવી છે. દરમ્યાન પાકની સર્વોચ્ચ અદાલતે શાંતિપૂર્ણ દેખાવો સાથે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે જોવા સરકાર અને વિપક્ષને તાકીદ કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular