Thursday, August 18, 2022
Homeસ્પોર્ટ્સરવિન્દ્ર જાડેજા ફરી ટેસ્ટમાં ઓલરાઉન્ડર નંબર-1

રવિન્દ્ર જાડેજા ફરી ટેસ્ટમાં ઓલરાઉન્ડર નંબર-1

- Advertisement -

ઈન્ડિયન પ્રીમિયર લીગની પ્લેઓફ મેચો હાલમાં ભારતમાં ચાલી રહી છે, તે દરમિયાન આઇસીસીએ રેન્કિંગની જાહેરાત કરી છે. ભારતનો સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા ફરી એકવાર ટેસ્ટ રેન્કિંગમાં નંબર-1 ઓલરાઉન્ડર બની ગયો છે, જ્યારે રવિચંદ્રન અશ્ર્વિન નંબર-2 પર છે. બેટ્સમેનોની રેન્કિંગમાં કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી પણ ટોપ-10માં છે. રવિન્દ્ર જાડેજા હાલમાં વિશ્ર્વનો નંબર 1 ટેસ્ટ ઓલરાઉન્ડર છે, તેના 385 પોઈન્ટ છે. તેના પછી રવિચંદ્રન અશ્વિન છે, જેમના 341 પોઈન્ટ છે. આઇપીએલમાં રમી રહેલ જેસન હોલ્ડર ત્રીજા નંબર પર છે, જેના 336 પોઈન્ટ છે.

- Advertisement -

ટોચના 5 ટેસ્ટ ઓલરાઉન્ડર-રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્ર્વિન, જેસન હોલ્ડર,શાકિબ અલ હસ,બેન સ્ટોક્સ ઓલરાઉન્ડર ઉપરાંત બોલરોની રેન્કિંગ મુજબ ટોપ-5માં પાંચ ભારતીય, નંબર-2 પર રવિચંદ્રન અશ્વિન અને નંબર-3 પર જસપ્રિત બુમરાહ છે. ટોચના 5 ટેસ્ટ બોલર – પેટ કમિન્સ, રવિચંદ્રન અશ્વિન, જસપ્રિત બુમરાહ, શાહીન આફ્રિદી, કાયલ જેમીસન બેટ્સમેનોની યાદીમાં કેપ્ટન રોહિત શર્મા સતત ચમકી રહ્યો છે, જ્યારે વિરાટ કોહલી પણ ટોપ-10માં સામેલ છે. ઓસ્ટ્રેલિયાનો માર્નસ લાબુશેન નંબર 1 ટેસ્ટ બેટ્સમેન છે. જ્યારે ભારતનો રોહિત શર્મા 754 પોઈન્ટ સાથે આઠમા નંબર પર છે. જ્યારે વિરાટ કોહલી 742 પોઈન્ટ સાથે દસમા નંબર પર છે. ટેસ્ટ ટીમની રેન્કિંગ મુજબ ટીમ ઈન્ડિયા નંબર-2 ટીમ બની રહી છે. ઓસ્ટ્રેલિયા 128 પોઈન્ટ સાથે નંબર-1 પર છે જ્યારે ટીમ ઈન્ડિયાના 119 પોઈન્ટ છે. ટીમ ઈન્ડિયા ટી-20 રેન્કિંગમાં નંબર-1 છે, જ્યારે ઓડીઆઇ રેન્કિંગમાં નંબર-4 છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular