તાજેતરમાં નવાનગર IT એસોસિએશનની AGM યોજાઇ હતી. જેમાં એસોસિએશનના હોદ્ેદારોની વરણી કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ તરીકે મનોજ નકુમ, સેક્રેટરી તરીકે સુમિત કાચા, ટ્રેઝરર તરીકે ભાવેશ વસોયા, એડવાઈઝરી મેમ્બર તરીકે અશ્વિન કોઠારી, અશ્વિની પલ તથા આઇપીપી તરીકે વિજય ચંદ્રશાની નિમણૂંક કરવામાં આવી છે. આ ઉપરાંત એક સભ્યની ફેડરેશન ઓફ IT એસોસિએશન ઓફ ગુજરાત (FITAG)માં નિમણૂંક કરવામાં આવી છે. જેમાં જામનગરના એક્ઝિક્યુટિવ કમિટી મેમ્બર તરીકે શ્રીપાલ સુતરિયાની નિમણૂંક કરવામાં આવી છે.


