Tuesday, June 2, 2026
Homeરાજ્યજામનગરપોક્સોના આરોપીને 20 વર્ષની સખત કેદની સજા

પોક્સોના આરોપીને 20 વર્ષની સખત કેદની સજા

સગીરા સાથે દુષ્કર્મ આચરવાના કેસમાં પોક્સો કોર્ટ દ્વારા આરોપીને તકસીરવાન ઠેરવી 20 વર્ષની સખત કેદની સજા તથા રૂપિયા 35નો દંડ ફટકાર્યો છે. ભોગ બનનારને વળતરપેટે રૂપિયા ચાર લાખ ચૂકવવા પણ આદેશ કરાયો છે.
આ કેસની વિગત મુજબ ફરિયાદીની સગીર વયની પૌત્રીને આરોપી મયૂર ઉર્ફે અજિત અજય સોલંકીએ ગત્ વર્ષે 2025માં જામજોધપુર મામલતદાર ઓફિસ પાછળથી લલચાવી ફોસલાવી ફરિયાદીના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી જામનગર લઇ ગયો હતો. જ્યાં ભોગ બનનારની સાથે તેની મરજી વિરૂદ્ધ શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે ફરિયાદીએ જામજોધપુર પોલીસ સ્ટેશનમાં પોક્સો સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી હતી. જે કેસ સ્પે. પોક્સો કોર્ટમાં ચાલી જતાં દસ્તાવેજી પુરાવાઓ તથા સરકારી વકીલની દલીલો ઘ્યાને લઇ આરોપીને તકસીરવાન ઠેરવી પોકસો કલમ 4,6 મુજબ 20 વર્ષની સખત કેદની સજા તથા પોક્સો કલમ 12 મુજબ ત્રણ વર્ષની સખત કેદની સજા તથા રૂા. 35 હજારનો દંડ અને દંડ ન ભરે તો વધુ એક વર્ષની સજા તથા ભોગ બનનારને વળતર પેટે રૂા. ચાર લાખ ચૂકવવા આર. પી. મોગેરાએ હુકમ કર્યો છે. આ કેસમાં સરકારી વકીલ તરીકે ભારતીબેન વાદી રોકાયા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular