જામનગર શહેરમાંથી સિધ્ધાર્થનગર વિસ્તારમાં રહેતી યુવતી તેના ઘરેથી કોઇને કહ્યા વગર ચાલી ગઈ હોય. આ અંગે પોલીસે શોધખોળ આરંભી હતી.

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં હરિયા કોલેજ, રિધ્ધી સિધ્ધી હોટલ પાછળ સિધ્ધાર્થનગર વિસ્તારમાં રહેતાં નાનજીભાઈ દેવજીભાઈ પરમારની પુત્રી ભારતીબેન (ઉ.વ.27) નામની યુવતી ગત તા. 15 ફેબ્રુઆરીના રોજ બપોરના સમયે પોતાના ઘરેથી કોઇને કહ્યા વગર જતી રહી હતી અને આજ દિવસ સુધી પરત ફરી ન હતી. લાપતા થયેલી યુવતીની પરિવારજનો દ્વારા શોધખોળ કરવામાં આવ્યા છતા કોઇ પતો લાગ્યો ન હતો. જેથી પોલીસમાં જાણ કરી હતી. જેના આધારે જામનગર સિટી સી ડીવીઝન પોલીસે લાપતા થયેલી યુવતીની શોધખોળ માટે તપાસ હાથ ધરી હતી.