Friday, June 26, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં વધુ એક ગુનેગારની ‘પાસા’ હેઠળ ધરપકડ

જામનગરમાં વધુ એક ગુનેગારની ‘પાસા’ હેઠળ ધરપકડ

મારામારીના ચાર ગુના નોંધાયેલા શખ્સ સામે ‘પાસા’ : એલસીબી દ્વારા ધરપકડ કરી વડોદરાની મધ્યસ્થ જેલમાં પૂરાયો

જામનગર શહેર અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે પોલીસ વિભાગ દ્વારા કડક કાર્યવાહી અંતર્ગત વધુ એક ગુનેગાર સામે ‘પાસા’ની દરખાસ્ત મંજૂર કરાતાં ધરપકડ કરી વડોદરાની મધ્યસ્થ જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામનગર શહેરના શંકર ટેકરી વિસ્તારમાં આવેલા સુભાષપરા શેરી નંબર 2 માં રહેતો વિજય કેશુ વરાણિયા નામના શખ્સ વિરૂદ્ધ મારામારીના ચાર ગુનાઓ નોંધાયેલા હોય વિજય વિરૂદ્ધ ‘પાસા’ની દરખાસ્ત કરવા માટેની પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચના સંદર્ભે પીઆઇ વી. બી. ચૌધરી, એન. બી. ડાભી તથા સ્ટાફના રાજનભાઇ અને યોગરાજસિંહ દ્વારા કરવામાં આવી હતી અને આ દરખાસ્ત કલેક્ટર પી. બી. પંડયા દ્વારા મંજૂર કરાતા પાસા વોરન્ટની બજવણી માટે પીએસઆઇ વી. એ. પરમાર તથા સ્ટાફના શરદભાઇ પરમાર અને હિરેન વરણવા દ્વારા વિજય વરાણિયાની ‘પાસા’ હેઠળ ધરપકડ કરી વડોદરાની મધ્યસ્થ જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular