Friday, June 26, 2026
Homeરાજ્યહાલારદાગીના ખરીદવા આવેલો શખ્સ સોનાની બે ચેઇન લઇને પલાયન

દાગીના ખરીદવા આવેલો શખ્સ સોનાની બે ચેઇન લઇને પલાયન

ભાટિયામાં સોની વેપારી સાથે બનાવ : ગ્રાહકના સ્વાંગમાં આવેલો ગઠિયો રૂા. 4.31 લાખના દાગીના લઇ ગયો : પોલીસ દ્વારા તપાસ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના મુખ્ય મથક ભાટિયા ગામે સોની બજારમાં વેપારીને વિશ્ર્વાસમાં લઈ લાખો રૂપિયાના સોનાના દાગીના પડાવી જવાનો ચકચારી બનાવ પ્રકાશમાં આવ્યો છે. ચાવડા માર્કેટમાં આવેલી સોનીની દુકાનમાં ગ્રાહક બનીને આવેલા એક અજાણ્યા શખ્સે વેપારી સાથે વિશ્વાસઘાત આચરી રૂ. 4,31,000 ની કિંમતના સોનાના બે ચેઈન સેરવી લીધા હોવાની ફરિયાદ કલ્યાણપુર પોલીસ મથકે નોંધાવાઈ છે.

- Advertisement -

પ્રાપ્ત વિગતો મુજબ મૂળ જામરાવલના વતની અને હાલ ભાટીયા જુના ગામમાં રહીને ચાવડા માર્કેટમાં ‘સોની દિનેશભાઇ જેરામભાઇ’ નામે સોના-ચાંદીના દાગીનાની દુકાન ધરાવતા દિનેશભાઇ જેરામભાઇ પૈડા ગત તા. 23ના સવારે 11:30 થી 12:00 વાગ્યે તેની દુકાને હાજર હતા. તે દરમિયાન એક અજાણ્યો પુરુષ ગ્રાહક તરીકે તેમની દુકાને આવી સોનાની ચેઈન ખરીદવી છે તેમ કહી વેપારી દિનેશભાઇને વાતોમાં પરોવી વિશ્વાસમાં લીધા હતા. ત્યારબાદ આ ઠગ શખ્સ સોનાની બે ચેઈન જોવા માંગેલ જે બતાવેલ ત્યાર બાદ આ ડિઝાઈન નથી ગમતી બીજી બતાવો જેના માટે દિનેશભાઈ બીજી ચેન તિજોરીમાંથી કાઢવા જતા મોકાનો ફાયદો ઉઠાવી પહેલા જે બે ચેન બતાવેલ તે લઇને રફુચક્કર થઇ ગયો હતો. ત્યારબાદ વેપારી દ્વારા બનાવ અંગેની જાણ કરાતાં પીએસઆઇ કે. પી. ઝાલા તથા સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો.

પોલીસ દ્વારા વેપારીના જણાવ્યા અનુસાર દાગીના ખરીદવા આવેલ શખ્સ 27.710 ગ્રામ વજનના રૂપિયા 4,31,000ની કિંમતના બે સોનાના ચેઇન નજર ચૂકવી ચોરી કરી ગયાના આધારે પોલીસે અજાણ્યા શખ્સ વિરૂદ્ધ ગુનો નોંધી દુકાનના તથા આજુબાજુના દુકાનોના સીસીટીવી ફૂટેજો મેળવી નાસી ગયેલા શખ્સને ઝડપી લેવા તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular