Friday, October 22, 2021
Homeરાજ્યગુજરાતસૌરાષ્ટ્ર-ગુજરાતનાં ખેડૂતોમાં રોષ

સૌરાષ્ટ્ર-ગુજરાતનાં ખેડૂતોમાં રોષ

ખાદ્યતેલોના ભાવો દાબવાનો સરકારનો નિર્ણય ક-સમયનો હોવાની લાગણી

- Advertisement -

- Advertisement -

સરકારે પામ, સોયા અને સુર્યમુખી જેવા રીફાઈન્ડ આયાતી ખાદ્યતેલોની ડયુટી ઘટાડી દેતા સૌરાષ્ટ્ર-ગુજરાતના ખેડૂતોમાં દેકારો બોલી ગયો છે. કારણકે મગફળીની તોતિંગ આવક સમયે જ સરકારના આવા નિર્ણયથી ખેડૂતોને મગફળીના ભાવમાં મોટી નુક્શાની ખમવી પડશે તેવુ અભ્યાસુઓ કહે છે.

સૌરાષ્ટ્ર-ગુજરાતમાં એકબાજુ મગફળીની આવકે વેગ પકડયો છે. અત્યારે સરેરાશ એક લાખ ગુણીની આવક થવા લાગી છે. ત્યારે જ સરકારે સ્થાનિક બજારોમાં ખાદ્યતેલોના ભાવને અંકુશમાં લેવા આયાતી તેલોની ડયુટી ઘટાડી છે. અભ્યાસુઓ કહે છે આજથી ત્રણ મહિના પહેલા ખાદ્યતેલોમાં ભયંકર તેજી હતી. ત્યારે સરકારે આંખ આડા કાન કરતાં આજે ખેતીપ્રધાન દેશના ખેડૂતોને સરકારના સમયના નિર્ણયને લીધે નુકશાની ભોગવવી પડશે તે નકકી છે.

બુધવારે સ2કારે ક્રૂડ પામતેલ પરની ડયુટી 24.75માંથી ઘટાડીને 8.25 કરી છે. રીફાઈન્ડ પામોલીનની ડયુટી 35.75માંથી 19.25 કરી છે. ક્રૂડ સોયાતેલની 24.75માંથી 5.5 કરી છે. રીફાઈન્ડ સોયાતેલની 35.75માંથી 19.5 કરી છે. જયારે રીફાઇન્ડ સુર્યમુખી તેલની 35.75માંથી 19.25 ડયુટી કરી છે. સ્થાનિક બજારમાં ખાદ્યતેલના ઉંચકાયેલા ભાવને અંકુશમાં લેવાના બહાને સરકારે કરેલા ડયુટી ઘટાડાના નિર્ણયને સૌરાષ્ટ્ર ગુજરાતમાં ચોમેરથી અયોગ્ય ગણાવાઇ રહ્યો છે. વેપારીઓ અને અભ્યાસુઓનું કહેવું છે કે મગફળીની તોતીંગ આવક થઈ રહી છે. મગફળીના ભાવ રૂ. 1200-1300 સુધી ખેડૂતોને મળે છે. આ સમયે જ સરકારના આવા નિર્ણયથી ખેડૂતોને ગમ તેવા નીચા ભાવે મગફળી વેચી નાખવાની સ્થિતિ સહવી પડશે. સોમાના પ્રમુખ કિશોરભાઈ વિરડીયાએ કહ્યું કે, દિવાળીના તહેવારો પહેલા શિયાળુ પાક માટે ખેડૂતોને અત્યારે નાણાની તાતી જરૂરીયાત છે. તલ, કપાસના પાક્માં મોટી નુકશાની થઈ છે. અત્યારે યાર્ડોમાં ખેડૂતોને ઉંચા ભાવ મળતા હોવાથી મગફળીની હોબેશ આવક થઈ રહી છે. ત્યારે જ સરકારે આયાતી ખાદ્યતેલોની યુટી ઘટાડવાનો ઉતાવળીયો અને અયોગ્ય નિર્ણય કર્યો છે. તેઓએ એમ પણ કહ્યું કે, ત્રણેક મહિના પહેલા ખાદ્યતેલોના ભાવ ભડકે બળતા હતાં. ત્યારે સરકારે આવો આયાતી ખાદ્યતેલોની ડયુટી ઘટાડવાનો નિર્ણય ન લેવાનું મુનાશીબ માન્યુ તે અચરજ પમાડે તેવું છે.

સોમાના સદસ્ય અને જૂનાગઢના અગ્રણી મનુભાઈ પટેલીયા કહે છે કે મગફળીના પાકની વિક્રમી આવક સમયે જ સરકારે આયાતી ખાદ્યતેલોની આયાત ડયુટી ઘટાડવાનો નિર્ણય કરતાં ખેડૂતોને મગફળીના ભાવ મેળવવામાં મોટો ફટકો પડશે. આ વાતથી સ્ટોકિસ્ટો મેદાનમાં આવી જશે અને ખેડૂતોને નીચા ભાવે પણ મગફળી વેચવા મજબુર થવું પડશે.

કિસાન સંઘના દિલિય સખિયાએ કહ્યું કે મલેશિયા અને ઈન્ડોનેશીયા જેવા વિદેશી ખેડૂતોને ધનવાન બનાવે તેવો સરકારનો આયાતી ખાદ્યતેલોની ડ્યુટી ઘટાડવાનો નિર્ણય છે. તેમણે ક્યું કે એકબાજુ દેશને ખેતિપ્રધાન દેશ ગણાવાઈ રહ્યો છે. અને બીજી બાજુ ઘરના છોકરા ઘંટી ચાટે અને ઉપાધ્યાયને આંટો તેવી સરકારની નીતિ હવે ખૂલ્લી પડી ગઈ છે. તેમણે એવો પણ આક્ષેપ ર્યો હતો કે દેશના ડોક્ટરો પણ પામતેલના વપરાશ પર અંકુશ રાખવાની દરદીઓને સલાહ આપે છે ત્યારે ભારત સરકાર આવા આયાતી તેલને પ્રોત્સાહન આપવામાં સમય ચૂક્તી નથી. આક્રોશભેર દિલીપ સખિયાએ કહ્યું કે દેશમાં કપાસિયા, મગફળી, તલ, રાય અને સરસવ જેવા ખાદ્યતેલો બને જ છે. આવા ઘરેલું તેલને પ્રોત્સાહન આપીને વિદેશી-આયાતી તેલોની દેશમાં આયાત જ બંધ કરી દેવી જોઈએ.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular