Monday, October 7, 2024
Homeરાષ્ટ્રીયગુજરાત-હરિયાણા સહિતના દેશના 12 રાજયોમાં ‘બેટી બચાવો’ નિષ્ફળ!!

ગુજરાત-હરિયાણા સહિતના દેશના 12 રાજયોમાં ‘બેટી બચાવો’ નિષ્ફળ!!

કેરળ તથા છતીસગઢમાં માબાપો ‘દીકરી’ઓને પૂરતી સંખ્યામાં જન્મ આપે છે

- Advertisement -

પુત્રીઓને જન્મ આપવાના મોરચે છત્તીસગઢે દેશના તમામ રાજ્યોને પાછળ છોડી દીધા છે. જો કે સમૃદ્ધિના મોરચે અગ્રેસર ગણાત ગુજરાત આ મોરચે હજું પણ ઘણું પછાત રહ્યું છે. નીતિ આયોગે વિશ્વ બેન્કના એક રિપોર્ટને પ્રસિદ્ધ કર્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે દેશના 21 મોટા રાજ્યોમાંથી ફક્ત છત્તીસગઢ અને કેરળમાં દરેક 1000 દીકરાના જન્મ સામે 950 દીકરીઓનો જન્મ થાય છે. છત્તીસગઢમાં 100 પુત્ર સામે સૌથી વધુ 963 પુત્રીનો જન્મ થાય છે જ્યારે હરિયાણામા સૌથી નીચો 832 પુત્રીનો દર નોંધાયો હતો. ઓડિશા અને પશ્ર્ચિમ બંગાળમાં અગાઉ સેક્સ રેશિયો અનુક્રમે 950 અને 951 હતો પરંતુ તે હવે ઘટીને 948 અને 937 રહી ગયો છે. ભારત માટે સૌથી વધારે ચિંતાની બાબત એ છે કે તમામ પ્રયાસો છતાં 12 રાજ્યોમાં સેક્સ રેશિયો ઘટયો છે, એટલે કે અગાઉ દિકરાની તુલનાએ જેટલી દિકરીઓ જન્મતી હતી તેની સરખામણીએ હવે ઓછી જન્મે છે. તેનું સૌથી મોટું કારણ ગર્ભપાતને માનવામાં આવે છે. દેશમાં ગર્ભમાં દિકરો છે કે દીકરી તેની તપાસ ગેરકાયદે છે, તેને અપરાધ ગણવામાં આવે છે અને પકડાય તો કડક સજાની જોગવાઇ છે. તેમ છથાં લોકો ચોરીછૂપીથી આવી તપાસ કરાવે છે અને તેને આધારે મોટા પ્રમાણમાં બાળકોની ગર્ભમાં જ હત્યા થાય છે.

વર્ષ 2013-15 અને 2014-16ની તુલનાના આધારે તૈયાર કરવામાં આવેલા વિશ્વ બેન્કના રિપોર્ટ અનુસાર દેશના જે મોટા 12 રાજ્યોમાં દીકરીના જન્મ દરમાં ઘટાડો નોંધાયો હતો તેમાં ગુજરાત ઉપરાંત, કેરળ, ઓડિશા, પશ્ર્ચિમ બંગાળ, કર્ણાટક, હિમાચલપ્રદેશ, આંધ્રપ્રદેશ, બિહાર, તેલંગણા, આસામ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનનો સમાવેશ થાય છે.

જો કે સામે દેશના નવ રાજ્યોમાં અગાઉની તુલનાએ દીકરીના જન્મદરમાં સુધારો નોંધાયો છે. આ નવ રાજ્યોમાં છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ઝારખંડ, તમિલનાડુ, જમ્મુ અને કાશ્મીર, પંજાબ, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડનો સમાવેશ થાય છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular