Wednesday, July 15, 2026
Homeરાજ્યજામનગરવ્યાજખોરોના ત્રાસથી ત્રાહિમામ યુવાનનો દવા પી આપઘાત

વ્યાજખોરોના ત્રાસથી ત્રાહિમામ યુવાનનો દવા પી આપઘાત

જામનગર શહેરના શંકર ટેકરી વિસ્તારમાં રહેતાં યુવાને માતાના નામે મકાન મોર્ગેજ કરી લીધેલી રૂપિયા 25.94 લાખની લોનના હપ્તા ભરવા પહોંચી ન શકતાં ત્રણ શખ્સો પાસેથી વ્યાજે લીધેલા રૂપિયાની પઠાણી ઉઘરાણી કરતાં યુવાને સ્યુસાઇડ નોટ લખી ઝેરી દવા પી આપઘાત કર્યો હતો.

- Advertisement -

આ બનાવ અંગેની વિગત મુજબ જામનગર શહેરના શંકર ટેકરી વિસ્તારમાં નવી નિશાળ સામે, આંબાવાળું ફળિયુંમાં રહેતાં આશિષભાઇ કિશોરભાઇ ચાંદ્રા (ઉ.વ.37) નામના યુવાને તેની માતાના નામે મકાન મોર્ગેજ કરી કેપ્રી ગ્લોબલ ફાઇનાન્સમાંથી રૂપિયા 25,94,903ની લોન લીધી હતી. આ લોનના હપ્તા ભરવામાં પહોંચાણ થતું ન હોવાથી આશિષે જામનગરના નિલેશ રઘુ ગંઢા, શિવરાજસિં ઉર્ફે શિવો નરેન્દ્રસિંહ જાડેજા અને મુન્ના વલ્લભ વશિયર પાસેથી વ્યાજે રકમ લઇ લોનના હપ્તા ભરતો હતો. દરમ્યાન ત્રણેય વ્યાજખોરો દ્વારા આશિષ પાસે વ્યાજની પઠાણી ઉઘરાણી કરી હેરાન પરેશાન કરી માનસિક ત્રાસ આપતાં હતાં. વ્યાજખોરોના ત્રાસથી કંટાળી ગયેલા સોમવારની મદ્યરાત્રિના સમયે તેના ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

ત્યારબાદ યુવાનને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવતાં જ્યાં તેનું મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગેની મૃતકના ભાઇ અંબરીશ દ્વારા જાણ કરાતા પીઆઇ એન. બી. ડાભી તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી મૃતદેહનો કબ્જો સંભાળી મૃતકે લખેલી સ્યુસાઇટ નોટ કબ્જે લઇ ત્રણ વ્યાજખોર નિલેશ રઘુ ગંઢા, શિવરાજસિં ઉર્ફે શિવો નરેન્દ્રસિંહ જાડેજા અને મુન્ના વલ્લભ વશિયર વિરૂદ્ધ નાણાં ધીરધાર અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular