જામનગર શહેરના એમ.પી.શાહ ઉદ્યોગનગરમાં પાણીની મોટર ચાલુ કરવા જતાં સમયે વિજશોક લાગતાં યુવકનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું.
આ બનાવ અંગેની વિગત મુજબ જામનગર શહેરમાં ધરારનગર-2 વિસ્તારમાં રહેતો જીતુ પ્રેમજી કોળી(ઉ.વ.19) નામનો શ્રમિક યુવક બુધવારે બપોરના સમયે એમ.પી.શાહ ઉદ્યોગનગર વિસ્તારમાં આવેલાં ઉમાવંશી વોટર સપ્લાયમાં પાણીની મોટર ચાલુ કરવા જતાં યુવકને વિજશોક લાગતાં બેશુધ્ધ થઇ જતાં 108 એમ્બ્યુલન્સ દ્વારા જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જયાં યુવકનું મોત નિપજયાનું તબિબોએ જાહેર કર્યું હતું. આ અંગે રાહુલ કોળી દ્વારા જાણ કરતાં હેકો. જે.બી.ઝાલા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.