જામનગર શહેરના ભીડભાડવાળા જાહેર સ્થળોએ થતી રોમિયગીરી ડામવા માટે પોલીસની ‘સી’ ટીમ એકશનમાં આવી ગઇ છે. જાહેર સ્થળોએ મહિલાઓ અને યુવતીઓની સુરક્ષા વ્યવસ્થા મામલે ચેકિંગ હાથ ધરી અસામાજિક તત્ત્વોને કાયદાકીય ભાષામાં કડક ચેતવણી આપવામાં આવી હતી.
મળતી વિગત મુજબ જામનગર શહેરના ભીડભાડવાળા જાહેર સ્થળોે જેવા કે, તળાવની પાળ, એસટી ડેપો, મંદિરો, શોપિંગ મોલ, થિયેટર, રેલવે સ્ટેશન જેવા સ્થળોએ મહિલાઓ અને યુવતીઓની છેડતી અટકાવવા સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા રાજકોટ રેન્જ આઇજી નિર્લિપ્ત રાયની સૂચનાથી પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીના નેજા હેઠળ જામનગર શહેરના સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનની ‘સી’ ટીમ દ્વારા ગઇકાલે શહેરના જાહેર સ્થળોએ વિશેષ ચેકિંગ અને પેટ્રોિેલંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન દરમયાન શહેરના ભીડભાડવાળા જાહેર સ્થળોે જેવા કે, તળાવની પાળ, એસટી ડેપો, મંદિરો, શોપિંગ મોલ, થિયેટર, રેલવે સ્ટેશન જેવા સ્થળોએ અનિચ્છનિય હરકતો કરી મહિલાઓ અને યુવતીની પજવણી કરતાં અસામાજિક તત્ત્વોને કડક ચેતવણી આપી હતી અને મહિલાઓની સુરક્ષા તથા જાહેર શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનાર કોઇપણ શખ્સોને છોડવામાં નહીં આવે અને જાહેર સ્થળોએ રોમિયોગિરી અને છેડતી કરતાં તત્ત્વો ઉપર ખાસ વોચ રાખવામાં આવી છે. આ ચેકિંગનો ઉદ્ેશ મહિલાઓને નિર્ભય અને સુરક્ષિત વાતાવરણ મળી રહે તે હેતુનો છે. રોમિયોગીરી ડામવા હાથ ધરાયેલા કડક ચેકિંગથી અસામાજિક તત્ત્વોમાં ફફડાટ ફેલાઇ ગયો છે.
View this post on Instagram


