Friday, May 22, 2026
Homeરાજ્યહાલારઆર્થિક સંકળામણથી કંટાળી યુવાને ટ્રેન હેઠળ પડતું મૂકયું

આર્થિક સંકળામણથી કંટાળી યુવાને ટ્રેન હેઠળ પડતું મૂકયું

દ્વારકાના અણિયારી ગામમાં રહેતાં યુવાન નબળી આર્થિક પરિસ્થિતિ અને કામધંધો નહીં મળવાથી જિંદગીથી કંટાળીને ટ્રેન હેઠળ પડતું મૂકીને આત્મહત્યા કરી હતી. આ બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

- Advertisement -

આ બનાવની મળતી વિગત મુજબ દ્વારકા તાબેના અણીયારી ગામે રહેતા સુકાભા હઠીયાભા માણેક (ઉ.વ.30) નામના હિન્દુ વાઘેર યુવાનના ઘરની નબળી આર્થિક પરિસ્થિતિ વચ્ચે તેમને કોઈ કામ ધંધો મળતો ન હતો. જેથી તે કામઅર્થે દ્વારકા ગયા હતા, પરંતુ અહીં પણ તેમને કોઈ કામ ધંધો ન મળતા આ બાબતે તેમને મનમાં લાગી આવ્યું હતું. જેથી ગુરુવારે સવારે રેલવે ટ્રેક પર વંદે ભારત ટ્રેન હેઠળ પડતું મૂકીને તેમણે જિંદગી ટૂંકાવી લીધી હતી. આ બનાવ અંગેની જાણ મૃતકના નાનાભાઈ વેરશીભા માણેકએ પોલીસને કરતાં તપાસ આદરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular